સામાન્ય રીતે દરેક વ્યક્તિની બેઝિક જરૂરિયાત એટલે આપણે કહીશું કે ‘રોટી, કપડા અને મકાન’ રોટલી વિના ભોજન અધુરુ છું. દરેક ભારતીય ઘરમાં રોટલી બનાવવામાં આવે છે. ત્યારે ઘઉં, બાજરો, જુવાર, રાગી વગેરેન ઉપયોગ દ્વારા દરેક ઘરમાં રોટલી બનાવવામં આવે છે ત્યારે આહાર માટે ઘઉં કે રાગીમાંથી ઉત્તમ શું ? કયા લોટની રોટલી વધારે ઉત્તમ ચાલો જાણીએ…

ઘઉં એ લોકપ્રિય અનજ છે. મોટાભાગન ઘરમાં ઘઉં વપરાય છે તે ફાઈબરનો મોટો સ્ત્રોત છે. પાંચનમં મદદરૂપ છે, વિટામિન, આર્યન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વોથી સમૃધ્ધ છે.
રાગી એક પોષણથી ભરપુર અનાજ છે. આફ્રિકા અને સાઉથ એશિયામાં ભારતમાં વધુ ખવાય છે. રાગીમાં ફાઈબર, મિનરલ્સ અને જરૂરી એમિનો એસિડ ભરપુર છે. તેમાં ફાઈબર વધુ છે. જેથી ભુખ ઓછી લાગે છે. તે ગ્લુટન ફ્રી છે. કેલ્શિયમ વધુ છે. જેથી હાડકા મટો ફાયદાકારક છે. તેઓ ગ્લાઈસેમિક ઈન્ડેકસના કારણે સુગર કંટ્રોલ કરે છે. તેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.
આમ ઘઉ અને રાગી બંને ગુણોથી ભરપુર છે. ત્યરે ડાયટીશીયન ગીન્ની કહે છે કે હડકા અને દાંતને મજબુત બનાવવા રાગી ઉપયોગી છે. જ્યારે ઘઉમાં કેલ્શિયમ ઓછું હોય છે જ્યારે ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ રાગી ઉત્તમ છે. કારણ કે તેમાં જીઆઇની માત્રા ઓછી હોય છે. જેથી બ્લડ સુગર ઝડપથી વધત નથી. રાગીમાં જીઆઈ 54 અને ઘઉંમા જીઆઈ 85 જોવા મળે છે. તેમજ ગ્લુટન સેન્સીટીવ લોકો માટે પણ રાગી ઉત્તમ છે. રાગીમાં ગ્લુટન નથી હોતું જ્યારે ઘઉંમાં ગ્લુટન જોવા મળે છે. જેમને ગ્લુટનની કોઇ તકલીફ નથી તેઓ ઘઉં આરોગી શકે છે. જ્યારે રાગીમાં ફાઈબર વધુ હોય છે. તો ઘણાંને પેટ ફુલવુ કે ગેસ જેવી તકલીફો થઈ શકે છે. આમ, રાગી તેમજ ઘઉં બન્ને તેની જરૂરિયાત મુજબ વાપરી શકાય છે.