જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી મહિલાના પતિ અન્ય મહિલા સાથે રહેતા હોવાની બાબતે બોલાચાલી અને ઝઘડો કરી ફડાકા મારી પતાવી દેવાની ધમકી આપ્યાની પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે પતિ સાથે રહેતી મહિલાએ મહિલા અને તેના બે પુત્ર વિરૂધ્ધ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી મારી નાખવાાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતાં ગીતાબેન અશોકભાઈ તંબોલિયા (ઉ.વ.40) નામના મહિલાના પતિ અશોકભાઈ રશીલાબેન નામની મહિલા સાથે રહેતાં હતાં. જેથી ગીતાબેને તેણીના પતિને મહિલા સાથે નહીં રહેવા તથા ઘરે રહેવા આવી જવાનું કહેતા પતિ અશોકે બોલાચાલી અને ઝઘડો કરી ગાળો કાઢી હતી તેમજ પત્ની સાથે ઝપાઝપી કરી ફડાકા ઝીંકી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પત્નીની ફરિયાદના આધારે હેકો એમ.આર. પરમાર તથા સ્ટાફે પતિ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જ્યારે સામાપક્ષે રશીલાબેન ભરતભાઈ બાવરીયા નામની મહિલાને ગીતાબેને તેણીના પતિ અશોકભાઈ સાથે રહેવાની ના પાડી અને મુકી દેવાનું કહ્યું હતું. જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ગીતાબેન તથા તેના બે પુત્રો અજય અશોક અને સુનિલ અશોક નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી રશીલાબેનને ગાળો કાઢી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં રશીલાબેનની ફરિયાદના આધારે પોલીસે મહિલા તથા તેના બે પુત્રો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.