Thursday, May 6, 2021
Homeરાજ્યગુજરાતગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા વિજય રૂપાણી દ્વારા ચૂંટણીપંચને રજૂઆત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા વિજય રૂપાણી દ્વારા ચૂંટણીપંચને રજૂઆત

- Advertisement -

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિતના થાય તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા જન હિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી છે.

- Advertisement -

મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવીને જણાવ્યું છે કે આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેવારો કાર્યકરો સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે એટલુ જ નહિ ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારો ફરજ પર રહેતા હોય છે. આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે. રાજ્ય ચૂંટણી પંચ આ બધી બાબતોનો વિચાર કરી ગાંધીનગર મહાનગપાલિકાની સામાન્ય ચૂંટણીઓ વિશાળ જનહિતમાં મોકૂફ રાખે તેવી વિનંતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કરી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular