ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર જામનગર જિલ્લામાં ગણેશોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલી કાર્તિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ ચતુર્થીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
કાર્તિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગણેશોત્સવ નિમિત્તે પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક કૌશલ્યનો પરિચય કરાવતા ગણેશજીની અદ્ભુત કલાકૃતિ તૈયાર કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી આ કલાકૃતિએ ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને સૌ કોઈ વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભાથી પ્રભાવિત થયા હતા.
View this post on Instagram
વિદ્યાર્થીઓએ ગણેશજીની સુંદર કલાકૃતિ તૈયાર કરી શ્રદ્ધા સાથે પોતાની કલાત્મક પ્રતિભાનું પણ પ્રદર્શન કર્યું હતું. તેમની આ રચનાને શાળાના શિક્ષકો, વાલીઓ તેમજ ગ્રામજનોએ બિરદાવી હતી અને વિદ્યાર્થીઓના સુંદર કાર્યની પ્રશંસા કરી હતી.
કાર્તિક વિદ્યાલય દ્વારા ભણતરની સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ પ્રત્યેની સમજ કેળવાય તે માટે આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીની આ અનોખી ઉજવણીના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેનો ભાવ વધુ મજબૂત બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓની મહેનત અને કલાત્મક અભિવ્યક્તિને લોકોએ બિરદાવતા નિકાવા ગામની કાર્તિક વિદ્યાલયની આ અનોખી ગણેશોત્સવ ઉજવણી ચર્ચાનું કેન્દ્ર બની હતી.


