Monday, September 14, 2026
Homeરાજ્યજામનગરગણેશ ચતુર્થી નિમિત્તે હોમગાર્ડ્ઝની માનવતાભરી કામગીરી - VIDEO

ગણેશ ચતુર્થી નિમિત્તે હોમગાર્ડ્ઝની માનવતાભરી કામગીરી – VIDEO

ઠેબા ચોકડીથી આગળ પગપાળા જતા ભક્તોની સુરક્ષા માટે રેડિયમ રિફ્લેક્ટર પટ્ટીઓ લગાવાઈ

ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જામનગરથી મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ પગપાળા વિવિધ ધાર્મિક સ્થળોએ જઈ રહ્યા છે. ખાસ કરીને ઠેબા ચોકડીથી આગળના માર્ગ પર પગપાળા જતા લોકોની અવરજવર વધતા તેમની સુરક્ષા માટે જામનગર હોમગાર્ડ્ઝ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

પગપાળા જતા ભક્તો રાત્રિના સમયે વાહનચાલકોને સરળતાથી નજરે પડે અને અકસ્માતનું જોખમ ઘટે તે હેતુથી માર્ગ પર રેડિયમ રિફ્લેક્ટર પટ્ટીઓ લગાવવામાં આવી છે. વાહનની લાઇટ પડતાં આ રિફ્લેક્ટર ચમકતા હોવાથી અંધારામાં પણ પગપાળા જતા લોકોની હાજરી વાહનચાલકોને દૂરથી નજરે પડી શકે છે.

- Advertisement -

ગણેશ ચતુર્થી દરમિયાન મોટી સંખ્યામાં લોકો પગપાળા અવરજવર કરતા હોવાથી માર્ગ પર ટ્રાફિકનું પ્રમાણ પણ વધે છે. આવી સ્થિતિમાં અકસ્માત નિવારવા અને ભક્તોની સુરક્ષા જળવાઈ રહે તે માટે હોમગાર્ડ્ઝની આ પહેલ ઉપયોગી સાબિત થઈ રહી છે.

હોમગાર્ડ્ઝ દ્વારા સુરક્ષાને પ્રાથમિકતા આપી કરવામાં આવેલી આ કામગીરીથી પગપાળા જતા ભક્તોમાં પણ સુરક્ષાની લાગણી જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular