Monday, October 5, 2026
Homeરાજ્યજામનગરઇકો કારમાં ચોરખાનામાં સંતાડેલો દારૂ પોલીસે શોધી કાઢ્યો - VIDEO

ઇકો કારમાં ચોરખાનામાં સંતાડેલો દારૂ પોલીસે શોધી કાઢ્યો – VIDEO

જામનગર તાલુકાના ફલ્લા બેરાજા ગામના સર્કલ પાસેથી પંચકોશી ડિવીઝન પોલીસ સ્ટાફે ઇકો કારને આંતરી ચોરખાનામાં સંતાડેલા ઇંગ્લીશ દારૂના 96 નંગ ચપટા અને કાર સહિતના મુદ્દામાલ સાથે શખ્સને દબોચી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા પાસે પેટ્રોલીંગ દરમ્યાન હે.કો. જયદીપસિંહ જાડેજા, ચેતનભાઇ ઘાઘરેટિયા, હરદેવસિંહ ઝાલા, કમલેશભાઇ ખીમણિયાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પી.આઇ. આઇ.એ.ધાંસુરા, એ.એસ.આઇ. નિર્મળસિંહ બી. જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા, જયદીપસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા, પો.કો. કમલેશભાઇ ખીમાણી અને મયુરસિંહ ઝાલા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબની મધ્યપ્રદેશ પાસીંગની કાર પસાર થતાં પોલીસે એમ.પી.09 ડીએફ 2478 નંબરની ઇકો કારને આંતરીને તલાશી લેતા કારના ચોરખાનામાં સંતાડેલા 9600ની કિંમતના 96 નંગ ઇંગ્લીશ દારૂના ચપટા મળી આવતા પોલીસે 2 લાખની કિંમતની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.2,09,600 ના મુદ્દામાલ સાથે મનોજ પ્રકાશ ડાવર (રે.મોટી બાણુગર, મૂળ અલીરાજપૂત, મધ્યપ્રદેશ) નામના શખ્સને ઝડપી લઇ તેની વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular