Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરરાષ્ટ્રીય રંગના કવિ ’ઝવેરચંદ મેઘાણી’ માટે વિશેષ વ્યાખ્યાનનું આયોજન

રાષ્ટ્રીય રંગના કવિ ’ઝવેરચંદ મેઘાણી’ માટે વિશેષ વ્યાખ્યાનનું આયોજન

જામનગરની સંગીત પ્રેમી જનતા માટે ઝવેરચંદ મેઘાણીની ધરોહર સંલગ્ન લોક સંગીતનો કાર્યક્રમ અને પુસ્તક પ્રદર્શન પણ યોજાશે

- Advertisement -

જામનગરના લાખોટા કોઠા સ્થિત પુરાતત્વીય સંગ્રહાલય (મ્યુઝિયમ) દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના સંદર્ભમાં આગામી તા. 12ના સાંજે 6.30 કલાકે “ઝવેરચંદ મેઘાણી: રાષ્ટ્રીય રંગના કવિ” વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સુરભી વૃંદ દ્વારા ઝવેરચંદ મેઘાણીની ધરોહર સંલગ્ન લોકસંગીત નો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાથોસાથ તેઓ ના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું છે.

- Advertisement -

જામનગર લાખોટા કોઠા સ્થિત આવેલી પુરાતત્વિય સંગ્રહાલય દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે અને તે અંતર્ગત સંખ્યાબંધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આગામી તા. 12મી જૂને સાંજે 6:30 વાગ્યે ઝવેરચંદ મેઘાણી: રાષ્ટ્રીય રંગના કવિ વિષય પર સતિષચંદ્ર વ્યાસ ‘શબ્દ’ દ્વારા વિશેષ વ્યાખ્યાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાથોસાથ પ્રખ્યાત સુરભી વૃંદ દ્વારા ઝવેરચંદ મેઘાણીની ધરોહર સંલગ્ન લોકસંગીતની રજૂઆતોનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે અને તેઓના પુસ્તકોની પ્રદર્શની પણ રખાઈ છે.

રવિવારે સાંજે 6.30 વાગ્યે જામનગરની જનતાને નિ:શુલ્ક પ્રવેશ અપાશે લાખોટા તળાવના ગેટ નંબર-5 એન્ટરન્સ લોંન્જ પુરાતત્વિય સંગ્રહાલયમા પ્રવેશ આપીને ત્યાં લોક સંગીતનો કાર્યક્રમ તેમજ વ્યાખ્યાન યોજાશે. જેનો સર્વે જનતાએ લાભ લેવા જામનગરના પુરાતત્વીય સંગ્રહાલયના ક્યુરેટર બુલબુલ હિંગલાજીયાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -

ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યમાં બહુમુખી પ્રતિભાનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી તેમને ‘સાહિત્યયાત્રી’, ‘કસુંબલ રંગના ગાયક’, ‘લોકસાહિત્યનો મત મોરલો’, ‘સોરઠી સાહિત્યકાર’ જેવા ઉપનામથી નવાજવામાં આવ્યા હતા.
સ્વતંત્રતા સંગ્રામ વખતે તેઓના દેશભક્તિ કાવ્યોની રજૂઆત સાંભળીને ગાંધીજીએ તેઓને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. આથી તેમના યોગદાનને અંકિત કરતાં પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવેલૂ છે. જેથી જામનગરના પુરાતત્વિય સંગ્રહાલય દ્વારા જામનગરની જનતાને રાષ્ટ્રીયતાના કવિ અને સૌરઠી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના આ વિશેષ કાર્યક્રમ ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular