જામનગર શહેરમાં આવેલા આર્મીકેન્ટ એરીયાની એકાઉન્ટ સેકશનની ઓફિસમાંથી અજાણ્યા શખ્સે ત્રાટકીને ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી એક કોમ્પ્યુટર અને ડેસ્કટોપ સહિત રૂા.55,000 ના સામાનની ચોરી કરીના બનાવમાં તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા આર્મી કેન્ટ એરિયામાં એકાઉન્ટ સેકશનની ઓફિસમાં આઠ માસ પૂર્વે માર્ચ મહિનામાં 28 થી 30 તારીખ સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને ઓફિસનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં રાખેલી ડેલ કંપનીનું કોમ્પ્યુટર અને એક વ્રિપો કંપનીનું ડેસ્કટોપ મળી કુલ રૂા.55,735 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં. આઠ માસ પૂર્વે થયેલી ચોરીના બનાવમાં આર્મી કેન્ટમાં ફરજ બજાવતા જયંત વિશ્ર્વાસ નામના કર્મચારી એ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આઈ.આઈ.નોયડા તથા સ્ટાફે ગુનો નોંધી તસ્કરોનું પગેરુ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં. જો કે, આઠ માસ પછી ફરિયાદ નોંધાતા તસ્કરો હાથ વેતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.