જામનગરમાં આવેલી સમર્પણ હોસ્પિટલ ખાતે નવું એમ.આર.આઈ. મશીન ફિલિપ્સ કંપનીનું (3-ટેસ્લા) ખરીદ કરવામાં આવેલ છે. જે મશીનનું ઈન્સ્ટોલેશનનું કામકાજ ચાલુ કરવામાં આવેલ હોય જેથી એમ.આર.આઈ. વિભાગનું કામકાજ તા.23-11-2021 થી તા.31-12-2021 સુધી બંધ રહેશે. જેની સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓ તબીબી અધિકારીઓને ચીફ ટ્રસ્ટી ભાયાભાઇ જે. કેશવાલા તરફથી જણાવવામાં જણાવવામાં આવ્યું છે.