Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરમોખાણા-હર્ષદપુર પાસેથી ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો

મોખાણા-હર્ષદપુર પાસેથી ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો

પંચ બી પોલીસે ત્રણ ચોરાઉ બાઈક કબ્જે કર્યા : રાજકોટમાંથી ચોરેલા ત્રણ બાઈક કબ્જે કરાયા : અગાઉ એક ડઝન બાઈક ચોરીમાં સંડોવાયેલો હતો

- Advertisement -

જામનગર તાલુકાના મોખાણાથી હર્ષદપુર જવાના માર્ગ પરથી પસાર થતા ચોરાઉ બાઈક સાથે તસ્કરને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા ત્રણ બાઈકચોરીનો ભેદ ઉકેલવામાં પંચકોશી બી ડીવીઝન પોલીસને સફળતા મળી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મોખાણાથી હર્ષદપુર જવાના માર્ગ પર ચોરાઉ બાઈક સાથે તસ્કર પસાર થવાની એએસઆઈ એમ.એલ. જાડેજા, પો.કો.પોલાભાઈ ઓડેદરા, હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધાની સૂચનાથી પ્રો. આઈપીએસ અજયકુમાર મીણાના માર્ગદર્શન પીએસઆઈ સી.એમ.કાંટેલિયા, એએસઆઇ એમ.એલ. જાડેજા, પી.કે. જાડેજા, પો.કો. ભયપાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પોલાભાઈ ઓડેદરા, મેહુલ વિસાણી સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન નારણપરના જીતુ જેરામ શેખા નામનો શખ્સ બાઈક પર પસાર થતા આંતરી લીધો હતો.

પોલીસે જીતુની પાસે રહેલા બાઈકના દસ્તાવેજોની ચકાસણી કરતાં રાજકોટમાંથી ચોરાયેલું બાઈક મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે જીતુની પૂછપરછ કરતાં તેણે ત્રણ બાઈક ચોરી આચર્યાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે રૂા.30000 ની કિંમતનું એકટીવા, રૂા.20000 ની કિંમતનું એકટીવા અને રૂા.25000 ની કિંમતનું સપ્લેન્ડર સહિત ત્રણ ચોરાઉ બાઈક રાજકોટમાંથી ચોરી કરી હોવાની કેફિયતના આધારે પોલીસે ત્રણ બાઈક કબ્જે કરી હતી ઉપરાંત જીતુ શેખા અગાઉ પણ જામનગરમાં એક ડઝન જેટલી બાઈકચોરીમાં સંડોવાયેલો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular