Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરગાગવાધારમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

ગાગવાધારમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

મેઘપર પોલીસે 18 હજારની કિંમતની 36 બોટલ કબ્જે કરી : ગુલાબનગરમાં મકાનમાંથી દારૂની અધુરી બોટલ મળી આવી : શખ્સની શોધખોળ

- Advertisement -

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ગાગવાધાર વિસ્તારમાં આવેલી ઓરડીમાંથી મેઘપર પોલીસે રેઈડ દરમિયાન ઇંગ્લીશ દારૂની 36 બોટલ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જામનગરના ગુલાબનગર શાકમાર્કેટ પાસેના મકાનમાંથી અધુરી દારૂની બોટલ મળી આવતા પોલીસે શખ્સની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર જિલ્લાના મોટી ખાવડી નજીક આવેલા ગાગવાધારમાં ઓરડીમાં રહેતાં શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસે રેઈડ દરમિયાન રીક્ષા ચલાવતા કલ્પેશગર લાલગર ગુસાઈની ઓરડીમાં તલાસી લેતા તેમાંથી રૂા.18000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 36 બોટલ મળી આવતા પોલીસે કલ્પેશગરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો સીક્કાના મુકેશ ઉર્ફે રહીશ જેન્તી ચૌહાણ દ્વારા સપ્લાય કર્યાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી મુકેશની શોધખોળ આરંભી હતી. બીજો દરોડો, જામનગરના ગુલાબનગર શાકમાર્કેટ પાસે રહેતાં રાજુ નાગદાન જાટીયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.200 ની કિંમતની દારૂ ભરેલી અધુરી બોટલ મળી આવતા પોલીસે રાજુ જાટીયા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular