Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરનાં એસ.ટી. ડીવીઝનના કર્મચારીને ચેક પરત ફરવાનાં કેસમાં છ માસની જેલ સજા

જામનગરનાં એસ.ટી. ડીવીઝનના કર્મચારીને ચેક પરત ફરવાનાં કેસમાં છ માસની જેલ સજા

જામનગર નાં એસ.ટી વિભાગ ના કર્મચારીને ચેક પરત ફરવાનાં કેસમા અદાલતે છ માસની સજાનો હુકમ કર્યો છે.

- Advertisement -

જામનગરમાં કાલાવડ નાકા બહાર એસ.ટી. ડીવીઝન વર્કશોપમાં નોકરી કરતા સોહિત નુરમામદ મલેકને નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતાં પોતાના મિત્ર કુલદિપસિંહ જાડેજા પાસે થી રૂા. 2,00,000 ની રકમ સંબંધ દાવે હાથ ઉછીના મેળવી હતી. જે રકમની પરત ચુકવણી કરવા સોહિત મલેકે રૂ. બે લાખની રકમ નો ચેક આપ્યો હતો.જે ચેક પરત ફરતા કુલદીપસિંહ જાડેજા એ જામનગર કોર્ટમં સોહીત નુરમામદ મલેક વિરૂધ્ધ નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ મા અદાલતે આરોપી સોહિત નુરમામદ મલેકને છ માસની સજા તથા ચેકની રકમ રૂા. બે લાખનો દંડ તથા બે લાખ ફરીયાદી ને વળતર ચુકવવા હુકમ કરેલ છે.

- Advertisement -

આ.કેસમાં ફરીયાદી કુલદિપસિંહ જાડેજા તરફે વકીલ તરીકે અશોક ગાંધી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular