રાજસ્થાનનો નાગોર જિલ્લો હંમેશા મામેરાના કારણે ચચાર્માં રહેતો હોય છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. આ વખતે ચર્ચાનું કારણ લાખો રૂપિયાનું મામેરૂ નથી. પણ કરોડો રૂપિયાનું મામેરું છે. ભાઈ દ્વારા બહેનના ઘરે ભાણેજના લગ્નમાં આ મામેરું ભરવામાં આવે છે. એટલે કે મામાનો પરિવાર જ્યારે લગ્નમાં આવે છે, તો લગ્નમાં આર્થિક મદૃદૃ કરે છે. પણ આ વખતે તો બે ભાઈઓએ મળીને 13.71 કરોડ રૂપિયાનું મામેરૂ ભર્યું છે. જે આખા લગ્નના ખર્ચ કરતા પણ વધારે છે. આ મામેરું નાગોર જિલ્લાના મેડતા નજીકના ગામ શેખાસનીમાં ભરવામાં આવ્યું હતું. ગાડીઓના કાફલા સાથે આવેલા બે ભાઈઓના પરિવારને જોવા માટે આખું ગામ ટોળે વળ્યું હતું. ગામના લોકોએ આ મામેરાના અત્યાર સુધીમાં સૌથી મોટું મામેરું ગણાવ્યું છે. મામાએ પોતાના ભાણેજના લગ્નમાં મામેરામાં બંને ભાઈઓએ 1.31 કરોડ રોકડા રૂપિયાની ભરેલી થાળી, લગભગ દૃોઢ કરોડના એક કિલો 600 ગ્રામ સોનાના ઘરેણાં અને 11 લાખ રૂપિયાના 5 કિલો ચાંદૃીના ઘરેણાં. એટલું જ નહીં 10 કરોડ 25 લાખ રૂપિયાની 80 વીઘા જમીન અને મેડતા શહેરમાં 6 રહેણાંક વિસ્તારમાં પ્લોટ, 1 બોલેરો તથા 1 ટેક્ટર ટ્રોલી આપી છે. મામેરામાં 15 લાખ રૂપિયાના કપડાં અને અન્ય ગિટ આપવામાં આવી છે. 80 વીઘા જમીન ખરીદૃીને મેડતા ખેતી ઉત્પન્ન બજારના વેપારી ઓમપ્રકાશ તેતરવાલે લોકલ 18 સાથે વાત કરતા જણાવ્યું કે, બંને ભાઈઓએ બહેનને મામેરામાં આપવા માટે તાજેતરમાં 80 વીઘા જમીન ખરીદૃી હતી. બંને ભાઈઓએ બહેનને મેડતા શહેરના રેણ રોડ, જસનગર રોડ અને બોરુંદૃા રોડ પર 6 પ્લોટ પણ આપ્યા છે. આ મામેરામાં મેડતા મંડીના વેપારી પણ પહોંચ્યા હતા. બહેનના બાળકોના લગ્નમાં પિયર પક્ષ તરફથી મામેરું ભરવામાં આવે છે. તેને ભાત પણ કહેવાય છે. આ રસમમાં મોસાળ પક્ષ તરફથી બહેનના બાળકો માટે કપડાં, ઘરેણાં અને અન્ય સામાન આપવામાં આવે છે. તેમાં બહેનના સાસરિયા પક્ષના લોકો માટે કપડાં અને ઘરેણાં પણ હોય છે.