જામનગરમાં મોરકંડા રોડ પર રહેતાં જમાઈના ઘરે રોકાવા આવેલા વૃદ્ધા ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલ્યા જતાં બીમાર વૃઘ્ધાની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ, જામનગર શહેરના મોરકંડા રોડ પર ગરીબ નવાઝ -1 આંગણવાડી ગલીમાં રહેતાં આશિષભાઈ કાસમાણી નામના યુવાનના અલિયાબાડા ગામમાં રહેતાં સાસુ નેમુનાબેન ઈકબાલભાઈ વિંધાણી (ઉ.વ.62) નામના વૃઘ્ધા ચાર દિવસથી જામનગરના તેના જમાઈના ઘરે રોકાવા આવ્યા હતાં અને તે દરમિયાન તા.17ના રોજ સવારના 6 વાગ્યા પછી વૃદ્ધા નેમુનાબેન ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ જમાઈ આશિફભાઈ તથા પરિવારજનો દ્વારા સાસુની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કયાંય પતો લાગ્યો ન હતો. ત્યારબાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે આશરે સાડા ચાર ફુટની ઉંચાઈ અને ઉજ્જળો વાન ધરાવતા બીમાર વૃદ્ધાની શોધખોળ માટે તપાસ આરંભી હતી.