સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ પર એક કહેવત છે કે, અમારે ત્યાં બપોરે 2 થી 4 સૂવાનું એટલે સુવાનું જ. આમ, આપણે ત્યાં બપોરે ભરપેટ ભોજન લીધા પછી સૂઇ જવાનો રિવાજ છે. ત્યારે કેટલાંક લોકો તેને નકારે છે. તો કેટલાંક તેને પરંપરા કહે છે. તેમાં પણ જો વાત થાય ઉનાળાની બપોર વિશે તો તો શું કહેવું. ઉનાળાની બપોર પછી પરિસ્થિતિ વધુ વણસી જાય છે. જેમ જેમ તમે ખોરાક લો ત્યારબાદ 15-20 મિનિટ પછી ઉંઘ આવવાનું શરૂ થઇ જાય છે. ત્યારે ચાલો જાણીએ કે બપોરે જમ્યા પછી સૂવુ જોઇએ કે નહીં…???

સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિએ આઠ કલાકની ઉંઘ લેવી જરૂરી છે. જેમાં કેટલાંક કિસ્સાઓમાં ડોકટરે સૂવાની સલાહ આપી હોય ઉંમર અને બિમારીને ઘ્યાને લેતા તો બપોરે તેમને ડોકટરની સલાહ મુજબ ઉંઘવું જોઇએ. જ્યારે તંદુરસ્ત વ્યક્તિએ બપોરે 15-20 મિનિટની ઉંઘ લઇ શકે છે. તેનાથી વધારે સૂવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઘણી વખત તેલવાળો અને ભારે ખોરાક ખવાયો હોય તો પણ બપોરના સમયે ઉંઘ આવતી હોય છે. પરંતુ જો 15-20 મિનિટનું પાવરનેપ લેવામાં આવે તો શરીરને એનર્જી મળી જાય છે. મગજની એકાગ્રતા અને ઘ્યાન વધે છે. પરંતુ ભોજન કર્યા બાદ તાત્કાલિક સૂવાની મનાઇ છે. કેમ કે, તેનાથી શરીરમાં ફેટ અને વોટર એલિમેન્ટ વધી જાય છે. જે પાચનશક્તિને ખરાબ કરી શકે છે. આયુર્વેદની દુનિયાના અમન ચુડાસમમા કહે છે કે, જે લોકો શારીરિક રીતને શ્રમ કરે છે; જેમ કે, વૃઘ્ધ અને બાળકો તે લોકો 48 મિનિટની ઉંઘ લઇ શકે છે. અથવા તો જે લોકો બપોરે જમતા નથી તે લોકો પણ સૂઇ શકે છે.
ભોજન કર્યા બાદ તાત્કાલિક સૂવાથી થતાં રોગોનું જોખમ :
- શરીરમાં ફેટ અને વોટર એલિમેન્ટ વધી જાય છે.
- પાચનશક્તિ ખરાબ થઇ શકે છે. મેટાબોલીઝન નબળું પડી શકે છે.
- ડાયાબિટીઝ, મેદસ્વીપણું, વજન વધવું અને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ થઇ શકે છે.
આમ, બપોરના પાવરનેપ સુધી બરાબર છે. પરંતુ સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિએ રોજ જમ્યા બાદ બે-ત્રણ કલાકની ઉંઘ ખેંચી લેવી. તમારા માટે સમસ્યાઓ નોતરી શકે છે. માટે ઓ જ આ આદતને સુધારો.
(અસ્વીકરણ : સલાહ સહિતની સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે નિષ્ણાંત અથવા ફેમિલી ડોકટરની સલાહ અનિવાર્ય છે.)