Friday, April 19, 2024
Homeરાજ્યજામજોધપુર પંથકમાં ખેતરમાંથી જૂગાર રમતા સાત શખ્સો ઝડપાયા

જામજોધપુર પંથકમાં ખેતરમાંથી જૂગાર રમતા સાત શખ્સો ઝડપાયા

રૂા.1.62 લાખનો મુદ્દામાલ કબ્જે: કુનડમાંથી તીનપતિ રમતા સાત શખ્સ ઝબ્બે : જામનગરના શંકરટેકરીમાંથી ચાર શખ્સો ઝડપાયા: ખાખરામાંથી જૂગાર રમતા છ શખ્સો ઝબ્બે: લાલપુરના નાના ખડબામાંથી અને જામનગરના પટેલકોલોનીમાંથી પાંચ-પાંચ ઝડપાયા

- Advertisement -

જામજોધપુર તાલુકાના ધ્રાફાથી નંદાણા જવાના માર્ગ પર સાત વડલાની સીમમાં આવેલા ખેતરમાં રહેલી ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન સાત શખ્સોને રૂા.27,520 ની રોકડ અને રૂા.25,000 ની કિંમતના પાંચ મોબાઇલ તથા 6 બાઈક મળી કુલ રૂા.1,62,520 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોડિયા તાલુકાના કુન્નડ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને રૂા.17,400 ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.13,440 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.11180 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના નાના ખડબામાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.8080 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના પટેલ કોલોની શેરી નં.9ના છેડે તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.4280 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ધ્રાફાથી નંદાણા તરફ જવાના માર્ગ પર સાત વડલા સીમમાં આવેલા પુષ્પરાજસિંહ યશવંતસિંહ જાડેજા દ્વારા તેમના ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે પીએસઆઇ કે.વી. ઝાલા તથા સ્ટાફે રેઈડ દરમિયાન પુષ્પરાજસિંહ યશવંતસિંહ જાડેજા, લાખા લખમણ ડાંગર, ભરત પરબત પીપરોતર, હસમુખ માલદે પીપરોતર, કરશન પરબત પીપરોતર, રમેશ જેશા પીપરોતર, રાઘવેન્દ્રસિંહ જીલુભા જાડેજા સહિતના સાત શખ્સોને રૂા.27,520 ની રોકડ રકમ અને રૂા.25,000 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ તેમજ રૂા.1.10 લાખની કિંમતના છ બાઈક અને ગંજીપના સહિત રૂા.1,62,520 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જોડિયા તાલુકાના કુન્નડ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા પ્રભુ જેરામ ખાવડિયા, પરેશ બચુ નકુમ, જગદીશ બાવા બાંભવા, છગન તરશી નકુમ, હિતેશ હરજી નકુમ, જગુભા પુનાજી જાડેજા, જગદીશ નોધા વકાતર નામના સાત શખ્સોને રૂા. 17,400ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા જયરાજસિંહ સુરુભા ચૌહાણ, શકિતસિંહ વિજયસિંહ વાઢેર, જયેશ લક્ષ્મણ પીલાઈ, કમલેશ ગીરીશ ચૌહાણ નામના ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.13,740 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ચોથો દરોડો, ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં આવેલા ટાવરની બાજુમાં તીનપતિનો જૂગાર રમતા ક્રિપાલસિંહ પ્રદ્યુમનસિંહ વાળા, કુલદિપસિંહ મહિપતસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ જાડેજા, દહિવતસિંહ ઉર્ફે પિન્ટુ રાજેન્દ્રસિંહ જાડેજા, મહાવિરસિંહ ઉર્ફે માવુભા સતુભા જાડેજા, સહદેવસિંહ ઉર્ફે જિણકુભા બટુકસિંહ જાડેજા નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10180 ની રોકડ રકમ અને એક હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.11,180 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પાંચમો દરોડો, લાલપુર તાલુકાના નાના ખડબામાં તીનપતિનો જૂગાર રમતા હનુ ભોજા વાણીયા, લખન રાજા બારીયા, દિનેશ ભોજા વાણીયા, નિર્મલ નંદલાલ સાગઠીયા, દિલીપ દેવશી વાણીયા નામના પાંચ શખ્સોને રૂા.8080 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

છઠો દરોડો, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 ના છેેડે શાંતિનગર શેરી નં.6 મા જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રામદેવસિંહ ભીખુભા સોઢા, અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ સોઢા, રોહિત હસમુખ શાહ, છત્રપાલસિંહ કિરીટસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા નામના પાંચ શખ્સોને રૂા.4280 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular