જામનગરમાં હાથ ઉછીના લીધેલા નાણાની પરત ચૂકવણી માટે આપેલ ચેક રીટર્ન થતાં કોર્ટ દ્વારા એક વર્ષની સજા અને દંડનો હુકમ કરાયો હતો. જેની સામે સેસન્સ અદાલતમાં કરેલ અપીલ રદ્ કરી ટ્રાયલ કોર્ટનો હુકમ યથાવત્ રાખવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ જામનગરમાં વસવાટ કરતા સી.એ. કૌશિક્ભાઈ ભગવાનગીરી ગૌસ્વામી અને જામનગર શહેરના જાણીતા બિઝનેસમેન નિખીલ ભરતભાઈ ગોંદિયા વચ્ચે મિત્રતાનો સંબંધ હોય, નિખીલ ભ2તભાઈ ગોંદિયાને ધંધાના કામે મુડીની જરૂરીયાત હોવાથી ફરીયાદી પાસેથી રૂા.13 લાખ હાથ ઉછીના લીધાં હતાં. તેની ચુકવણી પેટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં નાખતા ભંડોળના અભાવે ચેક પરત ફર્યો હતો. જેથી સી. એ. કૌશીકભાઈએ જામનગરની અદાલતમાં નિખીલભાઈ સામે ચેક રીટર્નની ફરિયાદ કરી હતી. તેમાં કોર્ટે આરોપી નિખીલભાઈ ગોંદિયાને 1 વર્ષની સજા અને રૂા.13 લાખનો દંડ ફટકાર્યો હતો. નિખીલ ગોંદિયાએ સેશન્સ અદાલતમાં આ હુકમ રદ કરાવવા અપીલ કરી હતી. જેમાં અદાલતે તમામ રેકર્ડ અને દલીલો ધ્યાને લઈ અને નિખીલભાઈ ભરતભાઈ ગોંદિયાની અપીલ રદ કરી અને ટ્રાયલ કોર્ટે જે હુકમ ફરમાવેલ તે યથાવત રાખી અને આરોપીને 1 વર્ષની સજા અને 13 લાખનો દંડ ફરમાવેલ. આ કેસમાં ફરિયાદી તરફે રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયેલા હતા.


