દ્વારકા તાલુકાના નાયબ મામલતદાર સામે ભારતીય જનતા પાર્ટીના ઓખા શહેર મહામંત્રી માણેક આલાભાએ દ્વારા લેખિતમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આરોપ મૂક્યો છે કે નાયબ મામલતદાર દ્વારા ATVT કચેરીમાં કામગરી સંપૂર્ણ ઠપ્પ કરી નાખી નાયબ મામલતદારને જીલ્લા ફેરબદલીનો લાભ ન મળતા પ્રજાને હેરાન કરવાનું શરૂ કર્યું હોય તેવા આક્ષેપ સાથે ઉચ્ચ અધિકારીઓને ફરીયાદ કરી હતી. જિલ્લા કલેક્ટરને નિવેદન આપીને તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલા લેવા માંગણી કરવામાં આવી છે. વિશેષમાં, ભાજપના મહામંત્રીએ જણાવ્યું કે, જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ થાય તો લોકોમાં શાસન પ્રત્યે ભરોસો નહી રહે અને ભવિષ્યમાં તેની ગંભીર અસર પડી શકે છે. આ સમગ્ર મામલો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે નજર જિલ્લા પ્રશાસન દ્વારા લેવાતા પગલાંઓ પર રહેશે.