Saturday, October 12, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!

ભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!

- Advertisement -

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૦.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૭૩૭.૦૫ સામે ૬૧૦૮૮.૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૯૭૮.૦૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૭૫.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૮.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૩૦૫.૯૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૭૨.૭૫ સામે ૧૮૨૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૨૪૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૫.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૪.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૫૬.૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

- Advertisement -

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. દેશમાં ઔદ્યોગિક, આર્થિક પ્રવૃતિઓને વેગ મળી રહ્યો હોઈ ફંડોએ કંપનીઓના શરૂ કરેલા રી-રેટીંગ અને સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના કંપનીઓના  પ્રોત્સાહક પરિણામોમાં વિપ્રો, ઈન્ફોસીસના ઉત્કૃષ્ટ પરિણામ જાહેર થતાં ફંડોએ તેજી કરી હતી. મોદી સરકાર દ્વારા આર્થિક વિકાસને  વેગ આપવા સતત ઉદારીકરણના પગલાં લેવામાં આવતાં રહેવાના સંકેત સાથે કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી આગામી દિવસોમાં વધુ સુધરવાની અપેક્ષાએ ફંડોની ભારે લેવાલીએ બીએસઇ સેન્સેકસે ૬૧૩૫૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૩૬૫ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા છતાં આર્થિક મોરચે દેશમાં ઉદ્યોગો અને કોર્પોરેટ ઈન્ડિયા ફરી બિઝનેસમાં વેગ પકડી રહ્યાના અહેવાલ અને મોદી સરકાર દ્વારા આર્થિક વિકાસને  વેગ આપવા સતત ઉદારીકરણના પગલાં લેવામાં આવતાં રહેવાના સંકેત સાથે કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી આગામી દિવસોમાં વધુ સુધરવાની અપેક્ષા અને ચોમાસાની સારી પ્રગતિ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે એનજી કટોકટીની પરિસ્થિતિ અને ભારતમાં પણ કોલસાની અછતના પરિણામે વિવિધ રાજયોમાં વીજ કાપના અહેવાલો અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે વધીને ફરી વર્ષની ઊંચાઈએ પહોંચી જવાના નેગેટીવ પરિબળોને અવગણીને આજે ફંડોએ શેરોમાં તેજી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૯૬ અને વધનારની સંખ્યા ૧૬૫૮ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ફરી નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા છે પરંતુ હવે એ વાતની ચિંતા છે કે ક્રૂડ ઓઈલના વધતા ભાવ આ તેજીની અટકાવી શકે છે. બીજી બાજુ કોવિડ-૧૯નો કહેર ઓસરતા ઘણા દેશોએ નિયંત્રણો હળવા કર્યા પછી ઓઇલની વૈશ્વિક માંગમાં વૃદ્ધિ થઇ રહી છે. વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે ક્રૂડની કિંમતોમાં તીવ્ર વૃદ્ધિએ અપેક્ષા કરતાં લાંબા સમય સુધી વૈશ્વિક ફુગાવાની સમસ્યાને વકરાવી શકે છે અને સસ્તી ધિરાણ નીતિનો અંત વહેલો લાવી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળો આર્થિક વૃદ્ધિદરને ધીમો પાડી શકે છે.

ગત ૧૮ મહિનાઓમાં નવી એનર્જી સપ્લાયમાં ઓછું રોકાણ, ઓપેક સહિત દેશોનુ પ્રોડક્શન-કટ તેમજ ઓગસ્ટ માસના અંતે ચક્રવાતને કારણે સપ્લાય મંદ રહી અને પરિણામે સપ્ટેમ્બર માસમાં મેક્સિકોની ખાડીમાંથી ઓઇલ અને ગેસની સપ્લાયમાં વિક્ષેપ પડયો. અહીં એની પણ નોંધ લેવી કે ચીનમાં તેની સૌથી મોટી રિયલ્ટી કંપની એવરગ્રાન્ડેનું મસમોટું ઋણ સંકટ પણ તોળાઇ રહ્યુ છે જે ચીન સહિત સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને ફરીવાર મંદી તરફ ધકેલી દેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના કોર્પોરેટ પરિણામો સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્ય તેમજ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૮.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૪.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૩૫૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૨૩૨ પોઈન્ટના પ્રથમ અને ૧૮૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૮૪૦૪ પોઈન્ટ થી ૧૮૪૩૪ પોઈન્ટ ૧૮૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૪૩૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૪.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૯૪૨૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૦૦૯ પોઈન્ટના પ્રથમ અને ૩૮૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૯૬૭૬ પોઈન્ટ થી ૩૯૮૦૮ પોઈન્ટ, ૪૦૦૪૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૦૦૪૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૫૭ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૭૩ થી રૂ.૧૭૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૩૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૯૦ થી રૂ.૧૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૨૪૪ ) :- રૂ.૧૨૨૨ નો પ્રથમ તેમજ રૂ.૧૨૦૮ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૫૭ થી રૂ.૧૨૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અદાણી પોર્ટ ( ૮૧૬ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત પેટ્રોલિયમ ( ૪૬૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાઇનરીઓ/ પેટ્રો-પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૬૭ થી રૂ.૪૭૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૭૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૬૮૮ થી રૂ.૨૬૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૪૭૮ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૨૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૨૧૩ ) :- બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૭૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૯૬ થી રૂ.૬૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • કેડિલા હેલ્થકેર ( ૫૪૪ ) :- ૫૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૭૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૩૭ થી રૂ.૫૦૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૮૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular