Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરહિન્દુ સેના દ્વારા નાથુરામ ગોડસે ઉપર સેમિનાર સંપન્ન

હિન્દુ સેના દ્વારા નાથુરામ ગોડસે ઉપર સેમિનાર સંપન્ન

- Advertisement -

જામનગરમાં 15 નવેમ્બરે નાથુરામ ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરવા હિન્દુ સેના જઈ રહી છે ત્યારે ગોડસે પર સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં મર્યાદિત લોકોને ઉપસ્થિત રહેવાનું હતું. આ સેમિનાર માં ગોડસે જી નું છેલ્લું સ્ટેટમેન્ટ તેમજ આઝાદી પહેલા રાષ્ટ્ર અને ધર્મ માટે કરેલા કાર્યો તેમજ આજના યુવાનો ની ગોડસે પ્રત્યેની દ્રષ્ટિને બદલાવવી, અને પોતાને મળેલી સજા પ્રત્યે પોતાના વલણ શું રહ્યું હતું , વગેરે માહિતી ઑ સાથે આ સેમિનારમાં ભાગ લેતા સૈનિકો ને હિન્દુ સેના સૌરાષ્ટ્ર યુવા અધ્યક્ષ મયુર પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન મળ્યું હતું. જેમાં ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તેમજ શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ ની ખાસ ઉપસ્થિતિ રહી હતી. સેમિનારનું સંચાલન રવી શાસ્ત્રીએ કર્યું હતું તેમજ સેમિનાર ને સફળ બનાવવા મયુર ચંદન, માધવ પૂંજાણી, દેવું આંબલીયા, પરિમલ પરમાર સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular