Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરસાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ સાંસદ પૂનમબેન માડમ દ્વારા ગામોની પસંદગી

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ સાંસદ પૂનમબેન માડમ દ્વારા ગામોની પસંદગી

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય  પૂનમબેન માડમએ ગત ટર્મની જેમ આ 17મી લોકસભામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ માર્ગદર્શિકા મુજબ ગામો પસંદ કર્યા છે જેમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા અને જામજોધપુર તાલુકાનું સિદસર ગામ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું વેરાડ ગામની સાંસદ આદર્શ ગ્રામ તરીકે પસંદગી કરાઈ છે.

- Advertisement -

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંગેની માર્ગદર્શીકા અનુસાર નક્કી કરાયેલ છે કે 3000 થી 5000 ની વસ્તી ધરાવતી ગ્રામપંચાયતોમાંથી જ પસંદગી કરવાની હોય છે માટે જુદા જુદા તાલુકામાં નિયત ધોરણ મુજબની વસ્તી ધરાવતા ગામોની જ પસંદગી કરવાની થતી હોઇ વારાફરતી અલગ અલગ તાલુકામાંથી પસંદગી કરવામાં આવી છે.

આ પ્રમાણે ગત ટર્મમાં જામનગર સંસદીય મત વિસ્તારમાંથી વસ્તીનો માપદંડ ધરાવતા જામનગર જિલ્લા -તાલુકાના જાંબુડા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલ્યાણપુર તાલુકાનું જુવાનપર ગામ લીધુ હતું.

- Advertisement -

જ્યારે આ 17 મી લોકસભા માટે સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે દર વર્ષે એક ગામ સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરવા અને 3000 થી 5000 ની વસ્તી ધરાવતા જ ગ્રામોની પસંદગી કરવાની થતી હોઇ. અગાઉ બે ગામો કાલાવડ તાલુકાનું આણંદપર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું ભાડથર ગામની પસંદગી કરવામાં આવેલ જ્યારે બાકી રહેતા ત્રણ ગામ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનું બાલંભા અને જામજોધપુર તાલુકાનું સિદસર ગામ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું વેરાડ ગામની સાંસદ આદર્શ ગામ તરીકે સાંસદ પૂનમબેન માડમ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસએજીવાય) 11 મી ઓક્ટોબર 2014ના રોજ મહાત્મા ગાંધીના આદર્શ ભારતીય ગામ માટેના વ્યાપક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવાની સાથે તે મુજબના ગામના સર્વાંગી વિકાસના હેતુ ને કેન્દ્રમાં રાખીને એક મહત્વપુર્ણ અને ઉમદા લક્ષ્યને સિદ્ધ કરવા યોજના લૉન્ચ કરવામાં આવી હતી.

- Advertisement -

એસએજીવાય હેઠળ સંસદસભ્ય દ્વારા ગ્રામ પંચાયત વિસ્તાર દત્તક લેવામાં આવે છે અને એ ગામનાં માળખાકીય વિકાસ સાથે સામાજિક વિકાસને સમાન મહત્ત્વ મળે એમ સમગ્રલક્ષી વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જેથી આદર્શ ગ્રામો સ્થાનિક સર્વાંગી વિકાસ સાથે સુશાસનું પણ દાખલારૂપ ઉદાહરણ બને છે જે અન્ય ગ્રામ પંચાયતોને પ્રેરણા આપનાર બની રહે છે.

તેમજ સંસદસભ્યના નેતૃત્વ હેઠળ ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટસ તૈયાર કરવામાં આવે છે જેમાં ગામની માળખાકીય તેમજ આદર્શ ગામ તરીકેની પાયાની જીવન જરૂરી મીનીમમ નીડઝ જરૂરી સુવિધાઓ અને યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે. સંબંધિત વિભાગો દ્વારા રાજ્ય સરકારને આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે અને તે મુજબના વિકાસ કાર્યો સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. એકંદર સર્વાંગી વિકાસથી ગામડાની કાયા પલટનો મહત્વપુર્ણ હેતુ આ યોજનાનો છે.

આ ઉમદા ઉદેશ્યને સિદ્ધ કરવાની નેમ સાથે ગત ટર્મની જેમ આ ટર્મ માં પણ સંસદસભ્ય  પૂનમબેન માડમએ ત્રણ ગામો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનું બાલંભા અને જામજોધપુર તાલુકાનું સિદસર ગામ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું વેરાડ સાંસદ આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકા મુજબ પસંદ કર્યા છે અને આ યોજના અંતર્ગત જરૂરી જહેમત સંસદસભ્ય  પૂનમબેન માડમ ઉઠાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular