Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરહાલારમા અનેક જગ્યાએ આકાશમા શંકાસ્પદ રોશની દેખાતા સુરક્ષા એજન્સીઓ દોડી

હાલારમા અનેક જગ્યાએ આકાશમા શંકાસ્પદ રોશની દેખાતા સુરક્ષા એજન્સીઓ દોડી

ઓખા, વાડીનાર સહિતના વિસ્તારોમાં આકાશમાં ચમકતી વસ્તુઓ દેખાઇ : જામનગરના ધુંવાવમાં પણ ચમકતી વસ્તુઓ નજરે પડી : સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્થળ પર પહોંચી જઇ તપાસ

- Advertisement -

ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામમાં આતંકી હુમલા બાદ પરિસ્થિતિ તંગદિલ બની ગઇ છે. આતંકી હુમલા બાદ ભારતની સેનાઓએ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. ત્યારબાદ ભારતીય સરહદો ઉપર ડ્રોન દેખાવાની ઘટનાઓ અનેકગણી વધી ગઇ છે. તેમાં પણ ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આકાશમાં ચમકતી વસ્તુઓ જોવા મળતાં સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઇ છે. ગત્રાત્રિના પણ ઓખા અને જામનગર નજીક ધુંવાવમાં ચમકતી વસ્તુઓ દેખાતાં એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મિરના પહેલગામમાં આતંકીઓ દ્વારા ગોળીબાર કરી પચ્ચીસથી વધુ ભારતીય નાગરિકોની ક્રુર હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સેના દ્વારા આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે એર સ્ટ્રાઇક કરી 100 થી વધુ આતંકીઓનો સફાયો કરી દેવાયો હતો. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા અવળચંડાઇ કરી સીઝફાયરનો ભંગ કરી ડ્રોન દ્વારા એટેક કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. ડ્રોન દ્વારા કરાતા એટેક ભારતીય સેનાએ ડ્રોન તોડી નાખી નિષ્ફળ બનાવી દીધા હતા. ત્યારબાદ ભારત અને પાક. વચ્ચે વણસેલી સ્થિતિમાં ભારતીય સેનાઓ એલર્ટ થઇ ગઇ હતી અને સુરક્ષા એજન્સીઓને પણ સતર્ક કરવામાં આવી હતી.

- Advertisement -

આવી પરિસ્થિતિ વચ્ચે જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવા સંવેદનશીલ દરિયાકિનારો ધરાવતા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ સતર્ક થઇ ગઇ હતી. ત્યારબાદ આ બન્ને જિલ્લાઓમાં બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું. દરમ્યાન બન્ને દેશો વચ્ચે સમજૂતિ થયા બાદ સ્થિતિ સામાન્ય બની ગઇ હતી. પરંતુ હંમેશા અવળચંડાઇ માટે કુખ્યાત એવા પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદો ઉપર ડ્રોન ઉડાડવામાં આવી રહ્યાં હતાં. જો કે, તમામ ડ્રોન એટેક ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. છેલ્લા બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાં રાત્રિના સમયે ચમકતી વસ્તુઓ જોવા મળતાં ગ્રામજનોમાં ભારે કુતૂહલ થઇ ગયું હતું.

આકાશમાં ચમકતી વસ્તુ જોવા મળતી દ્વારકા જિલ્લાની સુરક્ષા એજન્સીઓ એકશનમાં આવી ગઇ હતી અને રાત્રિના સમયે ખંભાળિયા તાલુકાના વાડીનાર, બેડ સહિત દરિયાઇ પટ્ટીના ગામો તેમજ ઓખા વિસ્તારમાં ચમકતી વસ્તુઓ ફરીથી જોવા મળતાં સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ એકશનમાં આવી ગયા હતા અને સ્થળ પર દોડી જઇ પૂછપરછ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ જામનગરના ધુંવાવ નજીક ગત્રાત્રિના સમયે આકાશમાં રોશની દેખાતાં ફરી ચિંતાના વાદળો ઘેરાઇ ગયા હતાં. લોકો દ્વારા આ શંકાસ્પદ હિલચાલ અંગે સુરક્ષા એજન્સીને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી. જો કે, તપાસના અંતે ડ્રોન કે અન્ય કોઇ ઉપકરણ ન મળી આવતા લોકો અને તંત્રએ રાહત અનુભવી હતી તેમજ તંત્ર દ્વારા અફવા ન ફેલાવવાની ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular