Friday, September 13, 2024
Homeરાષ્ટ્રીયસાંસદને 1 કિલો વજન ઘટાડવા રૂા.1000 કરોડની ઓફર...!

સાંસદને 1 કિલો વજન ઘટાડવા રૂા.1000 કરોડની ઓફર…!

- Advertisement -

એક સમયે પોતે 135 કિલો વજન ધરાવતા હતા આજે યોગા અને અન્ય કસરત થકી પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાનું વજન ઘટાડી 93 કિલો કરી નાખ્યું છે. પોતાનું ઉદાહરણ આપતા તેમણે ભાજપના ઉજ્જૈનના સાંસદ અનિલ ફીરોજીયાને પડકાર ફેંક્યો છે. જો ફીરોજીયા પોતાનું વજન ઘટાડે તો ગડકરી દર એક કિલોએ રૂ.1000 કરોડ આપશે!

- Advertisement -

જોકે, આ વ્યક્તિગત શરત નથી. ગડકરીએ જણાવ્યું હતું કે ફીરોજીયા દરેક વખતે વિકાસ કાર્યો માટે મારી પાસે આવે છે. આથી મે પડકાર ફેંક્યો છે જો તે વજન ઘટાડે તો હું દરેક કિલોએ તેમણે રૂ.1000 કરોડનું ફંડ આપીશ.

- Advertisement -

ફીરોજીયાએ આ પડકાર જીલી લીધો છે. પોતાના માટે નહી પણ પોતાના મત વિસ્તારના વિકાસ કર્યો માટે આ ફંડ્સની જરૂર છે યોગા, કસરત અને આહાર થકી તેમણે વજન ઘટાડવા માટે કવાયત પણ શરૂ કરી દીધી છે.

ફેબ્રુઆરીમાં નીતિન ગડકરીએ રૂ.5,772 કરોડના ખર્ચે માળવા વિસ્તારમાં 11 જેટલા રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રોજેક્ટમાં 534 કિલોમીટર લંબાઈના રોડ બનવા જઈ રહ્યા છે.

- Advertisement -

“અનિલ ફીરોજીયા દર વખતે મારી પાસે વિકાસ માટે બજેટની માંગ લઇ આવે છે. મેં પણ આ ફંડ આપવા માટે એક શરત મૂકી છે. એક સમયે હું 135 કિલોનો હતો આજે મારું વજન 93 કિલો છે. મેં મારા જુના ફોટા એમને બતાવ્યા છે. લોકો મને ઓળખી શકતા નથી. ફીરોજીયા જેટલું વજન ઘટાડે એટલા કિલોદીઠ હું તેને રૂ.1,000 કરોડ ફાળવવા તૈયાર છું,” એમ ગડકરીએ પડકાર ફેંકતા જણાવ્યું હતું.

ફીરોજીયા પોતે 125 કિલોના છે તેમણે આ અંગે જણાવ્યું હતું કે હું મારા વિસ્તારના વિકાસ માટે આ પડકાર જીલવા તૈયાર છું. મને અત્યાર સુધીમાં રૂ.6000 કરોડ મળી ગયા છે અને હવે ચોમસું સત્રમાં તેમને ફરી મળીશ.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular