Saturday, October 12, 2024
Homeરાજ્યજામજોધપુર નજીક પુરઝડપે જઇ રહેલ ખાનગી બસે રીક્ષા અને છોટા હાથીને ઠોકર...

જામજોધપુર નજીક પુરઝડપે જઇ રહેલ ખાનગી બસે રીક્ષા અને છોટા હાથીને ઠોકર મારી

રીક્ષા પલટી ખાઈ જતા ચાલક ઈજાગ્રસ્ત

- Advertisement -

- Advertisement -

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા નજીક ગઈકાલના રોજ બપોરના સમયે એક પુરઝડપે જઈ રહેલ ખાનગી બસના ચાલકે છકડો રીક્ષા અને છોટાહાથીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રીક્ષા પલટી ખાઈ જતા ચાલકને ઈજાઓ પહોચતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામજોધપુરથી ત્રણ પાટીયા હાઈવે રોડ પર ગઈકાલના રોજ બપોરના સમયે એક પુરપાટ જઈ રહેલ મોમાઇ કૃપા ટ્રાવેલ્સ બસ જેના નં-જીજે-06-એવી-7000ના ચાલકે પોતાની બસ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી જયેશભાઈ રાણાભાઈ વસરા નામના યુવકના છકડો રીક્ષા જેના નં-જીજે-10-યુ-7853ને ઠોકર મારતા રીક્ષા પલટી મારી જતા જયેશભાઈને હાથ પગમાં ઈજાઓ પહોચી હતી. રીક્ષાને ઠોકર માર્યા બાદ બસ રોડસાઈડમાં ઉભેલા છોટા હાથી સાથે ભટકાડી  ડ્રાઈવર નાશી છુટ્યો હતો. અક્સ્માતના આ બનાવની જામજોધપુર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવાના આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular