Thursday, June 4, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સગીરાને ગર્ભવતી બનાવનાર નરાધમની ધરપકડ - VIDEO

જામનગરમાં સગીરાને ગર્ભવતી બનાવનાર નરાધમની ધરપકડ – VIDEO

જામનગર શહેરમાં રહેતી સગીરા સાથે નરાધમે ફ્રેન્ડશીપ કરી લલચાવી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ દ્વારા આચરાયેલા દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી બનતા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી નરાધમની ધરચકડ કરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતી સગીરાને શબ્બીર અબ્બાસ નામના નરાધમ શખ્સે લલચાવી ફોસલાવી ફ્રેન્ડશીપ કરી હતી અને ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ દ્વારા આચરાયેલા દુષ્કર્મ બાદ સગીરાને પેટમાં દુખાવો થવાથી હોસ્પિટલે સારવાર માટે જતાં સગીરા ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ સમગ્ર પ્રકરણમાં સગીરા દ્વારા શબ્બીર વિરૂદ્ધ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. એમ. ડોડિયા તથા સ્ટાફએ તપાસ આરંભી શબ્બીરને દબોચી લઇ રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરવા આગળની તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular