Friday, March 29, 2024
Homeરાજ્યદ્વારકાધીશ મંદિર પરિસરમાં 80 જેટલા વિખુટા પડેલા બાળકો તથા પરિવારજનોનું પુનર્મિલન

દ્વારકાધીશ મંદિર પરિસરમાં 80 જેટલા વિખુટા પડેલા બાળકો તથા પરિવારજનોનું પુનર્મિલન

મંદિર સુરક્ષા પોલીસની કાબિલે દાદ કામગીરીથી લોકોને રાહત

- Advertisement -

દ્વારકાના સુવિખ્યાત જગત મંદિરે જન્માષ્ટમી પર્વ નિમિત્તે આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ- દર્શનાર્થી આવ્યા હતા. ત્રણ દિવસના સમયગાળા દરમિયાન આશરે ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ જગત મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો. આ માટે દર્શનાર્થીઓ તથા યાત્રાળુઓને સહાયભૂત થવા માટે જીલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયની સુચનાથી દ્વારકાધિશ મંદિર સુરક્ષા ડીવાયએસપી સમીર સારડા અને પોલીસ સ્ટાફ દ્વારા અલગથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને મંદિર પરિસરમાં વિખુટા પડેલા બાળકો પરિવારજનો તેમજ ખોવાયેલી વસ્તુઓ માટે ખાસ કંટ્રોલરૂમ તથા એનાઉન્સમેન્ટ કાઉન્ટર રાખવામાં આવ્યું હતું.

- Advertisement -

દ્વારકાધીશ મંદિર પરિસરમાં જુદા જુદા ભાગમાં દર્શનાર્થીઓને સહાયભૂત થવા માટે પોલીસ કંટ્રોલ રૂમ ખાતેથી માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવતું હતું. જેમાં ખોવાયેલા બાળકો- વૃદ્ધો અંગેની જાહેરાત કે કિંમતી ચીજ-વસ્તુઓ, માલ-સામાન વિગેરે બાબતે એનાઉન્સમેન્ટ કાઉન્ટર મારફતે દર્શનાર્થીઓને માહિતગાર કરવામાં આવતા હતા.

જન્માષ્ટમી દરમિયાન ખોવાયેલા ચાર બાળકોને તેમના વાલીઓ સાથે આ એનાઉન્સમેન્ટ કાઉન્ટરની મદદથી પોલીસ દ્વારા મિલન કરાવાયું હતું. તેમાં બાળકોને પોલીસની મદદ લઈ અને પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવામાં આવતા હતા. સમગ્ર જન્માષ્ટમી પર્વ દરમિયાન 80 જેટલા પરિવારને તેમના ઘરના ગુમ થયેલા સદસ્ય- બાળકો તથા વિખુટા પડી ગયેલા વૃદ્ધોને પરિવાર સાથે પુનર્મિલન કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -

આ ઉપરાંત કેટલાક દર્શનાર્થીઓને તેમની પડી ગયેલી કિંમતી ચીજવસ્તુ આ કંટ્રોલ રૂમ વ્યવસ્થાની મદદથી પરત મળી હતી. આ સમગ્ર વ્યવસ્થામાં એનાઉન્સમેન્ટ વિભાગમાં જાહેરાત કરવા પરેશભાઈ તથા વામનભાઈ ગોકાણી જેવા સ્વયંસેવકોની સેવા પણ નોંધનીય બની રહી હતી.

આમ, જન્માષ્ટમી તહેવારમાં પોલીસ ખરા અર્થમાં લોકો માટે સહાયક સાબિત થઈ હતી અને આ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા દર્શનાર્થીઓને મદદ મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular