Friday, June 19, 2026
Homeરાજ્યજામનગરજામનગરના ગાંધીનગર વિસ્તારમાં પાવર કટથી રહેવાસીઓ ત્રાહિમામ

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં પાવર કટથી રહેવાસીઓ ત્રાહિમામ

ટ્રાન્સફોર્મરમાં લોડના કારણે અવારનવાર પાવર કટ : રાત્રિ દરમ્યાન પાવર કટથી વિસ્તારવાસીઓ પરેશાન : પીજીવીસીએલ અધિક્ષકને લેખિત રજૂઆત

જામનગર શહેરના ગાંધીનગર, મચ્છરનગર, મોમાઇનગર અને પુનિતનગર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ બેથી ત્રણ કલાક રાત્રિ દરમ્યાન પાવર કટ્ટ થઇ જાય છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં પાવર કટના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ થઇ ગયા છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગાંધીનગર, મચ્છરનગર, મોમાઇનગર અને પુનિતનગર વિસ્તારમાં નવા જંકશન સોલાર ફીટ કરવામાં આવ્યા છે. જેથી વ્યવસ્થિત પાવર સપ્લાય મળી રહે પરંતુ છેલ્લા દસેક દિવસથી આ વિસ્તારની પરિસ્થિતિ કફોડી બની ગઇ છે. કેમ કે, આ વિસ્તારના ટ્રાન્સફોર્મરમાંથી પાછળના વિસ્તારમાં પાવર સપ્લાય થતો હોવાથી લોડ વધી જવાના કારણે રાત્રિ દરમ્યાન અવારનવાર પાવર કટ થઇ જાય છે અને આ માટે રીપેરીંગ કરવાનો સમય બે થી ત્રણ કલાકનો લાગે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં રાત્રિના કારણે અવારનવાર પાવર કટ થવાથી નાના બાળકો, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને બિમાર વ્યક્તિઓની હાલત કફોડી બની જાય છે. તેમજ રાત્રિના મચ્છરોનો ઉપદ્રવ અને પાવર કટ થવાથી અસહ્ય ગરમીના કારણે લોકો રાત્રિના પૂરતી ઉંઘ પણ લઇ શકતા નથી. જેના કારણે સ્વાસ્થ્ય અને રોજિંદા કામકાજ પર માઠી અસર પડે છે.

આ વિસ્તારમાં વારંવાર લોડ વધી જવાના કારણે પાવરના વોલ્ટેજમાં ભારે વધ-ઘટ થવાથી કિંમતી ઇલેકટ્રોનિક ઉપકરણો, ફ્રીજ, એસી કે ટીવી બળી જવાનો અને ખરાબ થઇ જવાનો ભય પણ તોળાય છે. આ વિસ્તારમાં પાવર કટ મામલે ગાંધીનગર કો. ઓપ. હાઉ. સો. (સુચિત)ના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર અને મહામંત્રી હિતેન્દ્રસિંહ એમ. જાડેજા સહિતના સભ્યો દ્વારા પીજીવીસીએલના અધિક્ષકને લેખિત રજૂઆત કરી આ વિસ્તારના પાવર લોડને ડિવાઇડ કરી પાછળના વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબનું ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ થાય અને તે વિસ્તારમાં પણ નિયમિત વીજળી મળી રહે તેવી લેખિત માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular