Saturday, July 11, 2026
Homeરાજ્યહાલારકુવામાં ત્રણ દિવસથી મોત સામે ઝઝૂમતા શિયાળનું રેસ્કયુ

કુવામાં ત્રણ દિવસથી મોત સામે ઝઝૂમતા શિયાળનું રેસ્કયુ

ભાણવડના મેવાસા ગામે એનીમલ લવર્સ ભાણવડની ટીમે આપ્યું નવજીવન

ભાણવડના મેવાસા ગામે ત્રણ દિવસથી કુવામાં પડેલા શિયાળને એનીમલ લવર્સ ભાણવડની ટીમે રેસ્કયુ કરી કુદરતી આવાસમાં મુકત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલ એક કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી એક શિયાળ પડી ગયું હોવાની ઘટના સામે આવી હતી. કૂવામાં પડેલા આ શિયાળને બહાર કાઢવા માટે વાડી માલિકે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ તેમાં સફળતા ન મળતાં આખરે તેમણે ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો.

ઘટનાની ગંભીરતા સમજીને એનિમલ લવર્સની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કૂવો ઊંડો હોવા છતાં, ટીમના સભ્યોએ પોતાના જાનના જોખમે કૂવામાં ઉતરીને ભારે જહેમત બાદ શિયાળને હેમખેમ બહાર કાઢ્યું હતું. ત્રણ દિવસની ભૂખ-પ્યાસ અને મરણતોલ પરિસ્થિતિમાંથી મુક્ત થતાં જ શિયાળને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યું હતું. આ કપરા રેસ્ક્યુ ઓપરેશનને સફળ બનાવવામાં સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડ જોડાયા હતા. જીવના જોખમે અબોલ જીવનો જીવ બચાવવાની આ કામગીરીને ગ્રામજનો અને પશુપ્રેમીઓએ બિરદાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular