Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરલાખોટા નેચર કલબ દ્વારા કોરોનાકાળના એક વર્ષમાં 3447 સરીસૃપોનું રેસ્કયુ

લાખોટા નેચર કલબ દ્વારા કોરોનાકાળના એક વર્ષમાં 3447 સરીસૃપોનું રેસ્કયુ

- Advertisement -

જામનગરમાં ઘણાં વર્ષોથી સરીસૃપ બચાવવાની કામગીરી કરતી લાખોટા નેચર કલબ દ્વારા કોરોનાકાળના એક વર્ષ દરમ્યાન જામનગરમાંથી સૌથી વધુ 3447 સરીસૃપોને બચાવવામાં આવ્યા છે. લાખોટા નેચર કલબના સભ્યો દિવસ રાત જોયાવિના હરહંમેશ સરીસૃપોને બચાવવાની કામગીરી કરી રહ્યા છે. છેલ્લાં એક વર્ષથી કોરોના મહામારીએ ભરડો લીધો છે. ત્યારે કોરોનાકાળમાં પણ આ સંસ્થાના કાર્યકરો સરીસૃપ નું રેસ્કયુ કરી કુદરતના ખોળે મુકત કર્યા છે. કોઇપણ સમયે કાર્યકરો કોઇપણ પ્રકારનો ચાર્જ લીધા વીના સરીસૃપોને બચાવવાનું ઉમદા સેવા કાર્ય કરી રહ્યા છે.

- Advertisement -

જામનગરમાં સરીસૃપ બચાવની કામગીરી કરતી સંસ્થા લાખોટા નેચર કલબ દ્વારા જામનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી કોરોનાકાળના એક વર્ષ એટલે કે તારીખ 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 દરમ્યાન અંદાજે 4,000 થી વધારે રેસ્કયુ માટેના ફોન આવ્યા હતાં. જેમાંથી અત્યાર સુધીના રેકોર્ડ મુજબ સૌથી વધુ રેકોર્ડ બ્રેક 3,447 સરીસૃપોને જંગલ ખાતાની મદદથી સફળતાપૂર્વક બચાવ કરેલ અને કુદરત ખોળે મુકત કરેલ છે. આ 3,447 સરીસૃપોમાં 1,955 બિનઝેરી સર્પ, 1,450 ઝેરી સર્પ તથા 42 ચંદન ઘો લાખોટા નેચર કલબના 42 સર્પમિત્રો તથા જંગલ ખાતાના સ્ટાફ દ્વારા લોકડાઉન અને કોરોના કાળ જેવા ખુબજ કપરા સમયમાં પણ કોરોના જેવી મહા બિમારીની વચ્ચે કોરોના વોરિયર્સ બની દિવસ-રાત જોયા વગર કોઈપણ સમયે ખુબજ ગરમી હોય કે વરસતો વરસાદ હોય કે પછી શિયાળાની કડકડતી ઠંડીમાં પણ પોતાના જીવના જોખમે તેમજ પોતાના સ્વખર્ચે લોકોના ઘર, દૂકાન, ઓફીસ, ઉધોગ, ગોડાઉન જેવા અનેક રહેઠાણો સુધી તરત પહોચીને બચાવ કરેલ છે.

સંસ્થા દ્વારા સરીસૃપ બચાવવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ કે ફી લેવામાં આવતી નથી. પરતુ સંપૂર્ણ પણે ફ્રી સેવા જ આપવામાં આવે છે. તેમજ સંસ્થા દ્વારા દર રવિવારે બે કલાક સરીસૃપ અગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. સંસ્થા કોઈપણ પ્રકારનો સહયોગ આપવા તથા સંસ્થામાં જોડાવા માટે સૂરજ જોષી – 7574840199 અને પૃથ્વી વ્યાસ -9173606151 નો સંપર્ક કરશો. ગરમીના સમયમાં સર્પ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તેથી જો આપની આસ-પાસ જોવા મળે તો ગભરાશો નહિં કે તેને મારસો નહીં પરંતુ તેને બચાવવા માટે લાખોટા નેચર કલરનો સંપર્ક કરવો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular