Friday, April 19, 2024
Homeબિઝનેસશેરબજારમાં નફારૂપી વેચવાલી બાદ પ્રત્યાઘાતી 660 પોઈન્ટનો સુધારો...!!!

શેરબજારમાં નફારૂપી વેચવાલી બાદ પ્રત્યાઘાતી 660 પોઈન્ટનો સુધારો…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૪.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૭૮૮૩.૩૮ સામે ૪૭૯૯૧.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૭૭૫.૩૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૨.૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૬૦.૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૫૪૪.૦૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૪૩.૨૫ સામે ૧૪૩૮૮.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૩૦૪.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૮.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૨.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૫૫૬.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના નોંધપાત્ર ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. કોરોના સંક્રમણ દેશભરમાં સતત ફેલાઈ રહ્યું હોઈ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ અંકુશ બહાર જઈ રહ્યાના અહેવાલોએ ચિંતા વધતાં લોકડાઉનના આકરાં પગલાં લેવાની પડી રહેલી ફરજે ધંધા-રોજગાર પર માઠી અસર પડવા લાગી હોઈ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના અને આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિને મોટો ફટકો પડવાના અંદાજો છતાં આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. 

- Advertisement -

વિશ્વના આગેવાન દેશોની સાથોસાથ ભારતમાં પણ કોરોના વાયરસનો બીજો તબક્કો ઝડપથી પ્રસરતા વિવિધ રાજ્ય સરકારો દ્વારા નાઇટ કરફ્યુ તેમજ આંશિક લોકડાઉન જેવા પગલા ભરાયા છે, પરંતુ આ પ્રકારના પગલાથી પાટે ચઢેલ અર્થતંત્રની વૃદ્ધિ ફરી રૂંધાઈ શકે છે. કોરોનાના કેસોમાં ઝડપી વધારાને કારણે મહારાષ્ટ્ર તથા દિલ્હી જેવા રાજ્યોએ હેરફેર પર અંકૂશો મૂકયા છે. આંશિક લોકડાઉન સહિતના અન્ય પગલાના કારણે ફરી એકવાર શ્રમિકો સ્થળાંતર કરી રહ્યા છે. બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓની ખેંચ ઉદ્ભવ્યાનું જોવાઈ રહ્યું છે. આગામી દિવસોમાં વેક્સિનના પૂરવઠામાં ખેંચ અને ક્ષતિઓને જોતા હાલનો દર જાળવી રાખવાની ભારતની ક્ષમતા સામે જોખમ સાથે નવા કેસો સાથે રિકવરી પણ ઝડપી રહેશે જેને પરિણામે નવા સક્રિય કેસોની માત્રા મે માસમાં સ્થિર થઈ જવાની ધારણાં છે. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, આઇટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૩૧ અને વધનારની સંખ્યા ૧૯૩૪ રહી હતી, ૧૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ચોથા ત્રિમાસિક અને પૂર્ણ નાણાકીય વર્ષના પરિણામોની સીઝન સાથે ગત માસમાં અનેક કંપનીઓની કામગીરીમાં જોવાયેલા સુધારાના પરિણામે ફંડોએ આ પરિણામોની અપેક્ષાએ શેરોમાં તેજી જોવા મળી રહી છે. આ સાથે રાજયોની યોજાઈ રહેલી ચૂંટણીઓને લઈ બજારની મજબૂતી ટકાવી રાખવાના થઈ રહેલા પ્રયાસોએ હાલ તુરત જળવાઈ રહેલી તેજીમાં ઉછાળે સતત સાવચેતી બની રહેશે. દેશમાં મહારાષ્ટ્ર સહિતના રાજયો ફરી લાંબા લોકડાઉનની વિચારણા કરી રહ્યા હોઈ અને ગુજરાત સહિતના અન્ય રાજયોમાં વણસતી પરિસ્થિતિને લઈ ફરી લાંબા લોકડાઉનની બતાવાતી શકયતા વચ્ચે જો આ લોકડાઉન લાગુ થશે તો આગામી દિવસોમાં બજારમાં મોટા ઘટાડા સાથે ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીની પૂરી શકયતા રહેશે. આ સાથે ૧૪,એપ્રિલ ૨૦૨૧ના ફુગાવાના જાહેર થનારા હોલસેલ આંક પર નજર રહેશે. જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ તેમજ યુ.એસ. બોન્ડ યીલ્ડ તેમજ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૫.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૩.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૫૫૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૬૦૬ પોઈન્ટ થી ૧૪૬૧૬ પોઈન્ટ ૧૪૬૩૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૬૩૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૩.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૧૮૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૩૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૬૭૬ પોઈન્ટ થી ૩૧૪૭૪ પોઈન્ટ, ૩૧૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૩૯ ) :- કમર્શિયલ વિહિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૧૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા કેમિકલ ( ૭૫૯ ) :- રૂ.૭૪૪ નો પ્રથમ તેમજ રૂ.૭૩૦ ના બીજા સપોર્ટથી કોમોડિટી કેમિકલ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૭૪ થી રૂ.૭૮૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૫૬૧ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૭૫ થી ૫૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાયોકોન લિમિટેડ ( ૪૦૮ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બાયોટેકનોલોજી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૧૭ થી રૂ.૪૨૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૧૫૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઈન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૯૩ ) :- રૂ.૧૪૧૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૯૧૨ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૩૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૯૮ થી રૂ.૮૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૮૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૭૮ થી રૂ.૮૬૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૩૧ ) :- ૬૪૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૧૬ થી રૂ.૬૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૭૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular