Monday, July 4, 2022
Homeરાષ્ટ્રીયદિલ્હીમાં આંધી-તૂફાન ભારે પવન સાથે વરસાદ

દિલ્હીમાં આંધી-તૂફાન ભારે પવન સાથે વરસાદ

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહનું વિમાન પણ ઉતરી ન શક્યું : 11 ફલાઈટ ડાયવર્ટ

- Advertisement -

ભારતમાં મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમીમાંથી હવે રાહતની સ્થિતિ ઉભી થઇ છે ત્યારે પાટનગર દિલ્હીમાં તોફાની પવન સાથે વાતાવરણ પલ્ટો થતા અને વરસાદ ખાબકતા કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહના વિમાનને પણ ડાયવર્ટ કરવું પડ્યું હતું.

- Advertisement -

પાટનગર દિલ્હીમાં મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. તાપમાન પણ સડસડાટ કરતું નીચે ઉતરી ગયું હતું. આંધી સાથેના વરસાદના કારણે 11 વિમાનો ડાયવર્ટ કરવા પડ્યા હતાં. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહનું વિમાન પણ ખરાબ હવામાનને કારણએ ઉતરાણ કરી શક્યું ન હતું જેના કારણે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

દિલ્હી ઉપરાંત નોઇડામાં પણ ગઇ મોડી સાંજે વાતાવરણ બદલાયું હતું અને વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા દિલ્હી, નોઇડા સહિત સમગ્ર એનસીઆરમાં અસ્થિર હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular