Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજોડિયા-ધ્રોલમાં મેઘરાજા મહેરબાન

જોડિયા-ધ્રોલમાં મેઘરાજા મહેરબાન

જોડિયામાં ચાર અને ધ્રોલમાં સવા બે ઇંચ : જામનગર શહેરમાં એક અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ : બાલંભા, પીઠડ, હડિયાણા, નવાગામમાં બે-બે ઇંચ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીના 28 કલાક દરમ્યાન સામાન્ય ઝાંપટાથી ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં જોડિયામાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી ચાર ઇંચ જેટલું પાણી વરસાવ્યું હતું. જેના કારણે ખેતરોમાં અને નદી અને ચેકડેમોમાં નવા નીરની આવક થઇ હતી અને ધ્રોલમાં સવા બે ઇંચ વરસાદ પડયો હતો. જયારે ગ્રામ્ય પંથકમાં બે ઇંચ જેટલું પાણી આકાશમાંથી વરસ્યાના અહેવાલ છે.

- Advertisement -

રાજયના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 28 કલાક દરમ્યાન મેઘરાજાની સવારીએ જોડિયા અને ધ્રોલ તાલુકા ઉપર હેત વરસાવતાં જોડિયામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો અને તાલુકામાં હડિયાણા, બાંલભા, પીઠડમાં બે-બે ઇંચ પાણી વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયા હતાં. વરસાદના કારણે ચેક ડેમ, નદી અને તળાવ પાણીની સપાટીમાં વધારો થયો હતો. જોડિયા તાલુકામાં આજ સુધીમાં કુલ 823મીમી(33 ઇંચ) વરસાદ વરસ્યો છે. જયારે ધ્રોલમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લતીપુરમાં બે ઇંચ અને જાલીયા દેવાણી, લૈયારામાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ધ્રોલમાં આજ સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 610મીમી(24 ઇંચ) વરસાદ પડી ગયો છે.

જામનગર શહેરમાં રાત્રીના 8 વાગ્યા સુધી સામાન્ય છાટાં પડયા હતાં. 8 વાગ્યા બાદ કયારેક શ્રાવણી સરડવામાં જોરદાર ઝાંપટા રૂપે અડધો ઇંચ પાણી વરસી ગયું હતું અને રાત્રીના પણ છુટાં છવાયા ઝાંપટા પડયા હતાં. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં સવા ઇંચ પાણી વરસી ગયું હતું. જયારે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસઇ અને મોટી બાણુગારમાં પોણો-પોણો ઇંચ તથા દરેડ, ફલ્લા, લાખાબાવળમાં અડધો-અડધો ઇંચ અને જામવંથલીમાં સામાન્ય ઝાંપટું પડયું હતું. જામનગર શહેરમાં આજ સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 536મીમી(21 ઇંચ) વરસાદ વરસી ગયો છે. જામજોધપુરમાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું અને તાલુકામાં સમાણા, પરડવામાં અડધો-અડધો ઇંચ અને ધ્રાફા વાસજાળીયા, જામવાડી, શેઠવડાણા, ધુનડામાં સામાન્ય ઝાંપટા નોંધાયા હતાં. જામજોધપુરમાં આજ સવારે 10 વાગ્યા સુધીનો મોસમનો કુલ વરસાદ 526 મીમી(21ઇંચ) પડયો છે.

- Advertisement -

કાલાવડ તાલુકાના નવાગામમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે મોટા પાંચદેવડા, ખરેડી અને મોટા વડાણામાં એક-એક ઇંચ પાણી પડયું હતું. નિકાવામાં સામાન્ય ઝાંપટું પડયું હતું. કાલાવડમાં મોસમનો કુલ વરસાદ 576 મીમી(23 ઇંચ) નોંધાયો છે.જયારે લાલપુરમાં ઝરમર ઝાંપટા રૂપે માત્ર અડધો ઇંચ પાણી પડયું હતું અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ડબાસંગમાં અડધો ઇંચ અને મોડપર, પીપરટોડા, મોટા ખડબા, ભણગોરમાં જોરદાર ઝાંપટા વરસ્યા છે. લાલપુરમાં મોસમનો આજ દિવસ સુધીનો કુલ વરસાદ 399 મીમી(16 ઇંચ) નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular