Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયમુંબઇમાં સતત બીજા દિવસે પણ વરસાદ

મુંબઇમાં સતત બીજા દિવસે પણ વરસાદ

મધ્યપ્રદેશ-ઉતરપ્રદેશમાં પણ વરસાદ : મુંબઇમાં જલભરાવથી સંખ્યાબંધ લોકલ ટ્રેન રદ

- Advertisement -

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. આવું બીજી વખત થયું છે, જ્યારે મોન્સૂનની શરૂઆત થતાં જ રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હોય. આ પહેલાં 10 જૂન 1991માં 399 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

- Advertisement -

આવતીકાલ સુધીમાં મોન્સૂન છત્તીસગઢ અને 72 કલાકની અંદર ઝારખંડ પહોંચી શકે છે. મુંબઈમાં બુધવારે શરૂ થયેલો ભારે વરસાદ ગુરુવારે પણ જોવા મળ્યો. શહેરમાં વરસાદને લઈને રેડએલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં સાંજે 4 વાગ્યાની આસપાસ હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વૈજ્ઞાનિકોએ 14 જૂન સુધી મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ જોતા એનડીઆરએફની 15 ટીમોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મોન્સૂનનો પહેલા વરસાદથી મુંબઈના નીચલા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

- Advertisement -

રેલવે લાઈનમાં પાણી ભરાતા બુધવારે મધ્ય તેમજ હાર્બર લાઈનની લોકલ સેવા ઠપ થઈ ગઈ છે. વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પણ લગભગ 5 કલાક સુધી જામ રહ્યો. મધ્ય મુંબઈના સાયન, કિંગ્સ સર્કલ, દાદર, હિંદમાતા ઉપરાંત પશ્ચિમ ઉપનગરના અંધેરી, મલાડ સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

સેન્ટ્રલ લાઈનની લોકલ સેવા પણ થોડો સમય માટે પહેલાં કુર્લા અને બાદમાં ઠાણે સુધી ઠપ રહી. પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે દાદર અને અંધેરી વચ્ચે ટ્રેક પર પાણી ભરાવવાને કારણે ટ્રેનની સ્પીડ ધીમી પડી ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે ઇખઈ હેડકવાર્ટર સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી.

- Advertisement -

હવામાન વિભાગ મુજબ બુધવાર સવારે 8.30 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી મહાનગરમાં 221 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે શહેરમાં 45 મિલીમીટર વરસાદ પડ્યો. બુધવારે મુંબઈમાં પહેલાં જ દિવસે 9 કલાકમાં 221 મિલી મીટર વરસાદ પડ્યો.

ભોપાલ અને ઈન્દોર નજીક મહૂ સહિત મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં પ્રી મોન્સૂન વરસાદ પડ્યો. મોન્સૂન પહેલાં જ રાજધાનીમાં જૂનના 8 દિવસમાં જ એક મહિનાના કોટાના ત્રીજા ભાગનો વરસાદ પડી ગયો છે. જૂનમાં વરસાદનો કોટા 5.05 ઈંચ હોય છે, જે 8 જ દિવસમાં 2.13 પડી ગયો છે.

મંગળવારે મોટા તળાવનું જળસ્તર 1659.90 ફુટ હતું, બુધવારે તે એટલું જ રહ્યું. મોન્સૂનની આ જ સ્પીડ રહી તો 11 વર્ષમાં આવું બીજી વખત થશે કે જ્યારે મોન્સૂન નક્કી કરેલા સમયે એટલે કે 20 જૂન પહેલાં ભોપાલ પહોંચી જશે. આ પહેલાં 2013માં મોન્સૂન 10 જૂન ભોપાલ પહોંચ્યું હતું.

ભોપાલની કોલાંસ નદી 14 વર્ષમાં બીજી વખત જૂનના પહેલાં સપ્તાહમાં છલકાઈ. મોટા તળાવનો 365 વર્ગ કિમી કેચમેન્ટ એરિયામાંથી લગભગ 225 વર્ગ કિમી આનાથી જ ભરાય છે. ભોપાલની કોલાંસ નદી 14 વર્ષમાં બીજી વખત જૂનના પહેલાં સપ્તાહમાં છલકાઈ. મોટા તળાવનો 365 વર્ગ કિમી કેચમેન્ટ એરિયામાંથી લગભગ 225 વર્ગ કિમી આનાથી જ ભરાય છે.

ઉત્તરપ્રદેશમાં પ્રી-મોનસૂનો વરસાદ શરૂ થઈ ગયો છે. ગુરૂવારે લખનઉ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા કહ્યું કે યુપીના 20 જિલ્લામાં વરસાદની સાથે ભારે પવન ફુંકાશે. યુપીમાં મોન્સૂન આવવામાં 10થી 11 દિવસ બચ્યા છે. આ પહેલાં બુધવારે પૂર્વાંચલના કેટલાંક જિલ્લામાં વરસાદ પડ્યો

હવામાનમાં આ બદલાવ પૂર્વમાં આવેલા ચક્રવાતને કારણે છે. બહરાઈચ, ગોંડા, અયોધ્યા, લખનઉ, ઉન્નાવ, રાયબરેલી, અમેઠી, સુલતાનપુર, જૌનપુર, કૌશંબી, ચિત્રકૂટ, પ્રયાગરાજ, મિર્ઝાપુર, વારાણસીમાં એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે કહ્યું કે 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ભારે પવન ફુંકાય શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular