Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયકોરોના સંક્રમિત બાળકોની સારવાર કઈ રીતે કરવી ?, કેન્દ્રએ ગાઈડલાઈન જાહેર કરી

કોરોના સંક્રમિત બાળકોની સારવાર કઈ રીતે કરવી ?, કેન્દ્રએ ગાઈડલાઈન જાહેર કરી

- Advertisement -

દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં દેશમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે હવે ત્રીજી લહેરની આશંકાઓ સેવાઈ રહી છે તેવામાં કેન્દ્ર દ્રારા કોરોના સંક્રમિત બાળકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમિત બાળકોને રેમેડેસિવીર આપવું નહી.

- Advertisement -

 કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ સંક્રમિત બાળકોને હવે એન્ટી વાયરલ રેમડેસિવિર નહીં આપી શકાય, ઉપરાંત બાળકોને સ્ટીરોયડ આપવાથી પણ બચવું જોઈએ.

બાળકોની શારીરિક ક્ષમતાને જોવા માટે 6 મિનિટનો વોક ટેસ્ટ લેવાની સલાહ આપવામાં આવી છે. જેમાં બાળકની આંગળીમાં પલ્સ ઓક્સીમીટર લગાવીને તેને 6 મિનિટ સુધી ટહેલવાનું કહેવામાં આવ્યું છે. જો આ સમય દરમિયાન તેમનું સેચુરેશન 94 કરતા ઓછું જોવા મળે છે, તો પછી શ્વાસ લેવામાં મુશ્કેલી તેમનામાં જોઇ શકાય છે. તેના આધારે, બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા કે કેમ તે અંગે નિર્ણય લઈ શકાય છે.

- Advertisement -

જો કોઈ દર્દીમાં કોવિડની ગંભીર સમસ્યા જણાય તો ઓક્સીજન થેરાપી તાત્કાલિક શરૂ કરી દેવી જોઈએ.

સરકારની ગાઈડલાઈન મુજબ બાળકોને સ્ટેરોઈડ નહી આપવા ઉપરાંત બાળક પર રેમડેસિવીરનો ઉપયોગ ન કરવાની પણ સલાહ આપી છે. સાથે સાથે એમ પણ કહેવાયું છેકે સ્ટેરોઈડ જો આપવુ પડે તો દેખરેખ સાથે માત્ર ગંભીર દર્દીને જ આપવામાં આવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular