Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયટ્વીટર પણ આઈટી નિયમોનું પાલન કરવા તૈયાર, કોન્ટ્રાકટ પર અધિકારીઓની નીમણુક કરી

ટ્વીટર પણ આઈટી નિયમોનું પાલન કરવા તૈયાર, કોન્ટ્રાકટ પર અધિકારીઓની નીમણુક કરી

- Advertisement -

ભારત સરકારના નવા IT નિયમો 2021 ને અનુસરવા સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના વલણમાં પરિવર્તન આવ્યું છે. ટ્વિટરએ આ મામલે નરમ વલણ અપનાવતાં નિવેદન જારી કરતા કહ્યું છે કે તે ભારત માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

- Advertisement -

એક ટ્વિટરના પ્રવક્તાએ બુધવારે કંપની વતી જણાવ્યું હતું કે અમે ભારત સરકારને ખાતરી આપી છે કે નવી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે ટ્વિટર તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. ગાઈડલાઈનનો ઉદ્દેશ પૂરો કરવા માટે અમે નોડલ કોન્ટેક્ટ પર્સન તથા રેસિડેન્ટ ગ્રીવન્સ ઓફિસરની કોન્ટ્રેક્ટ પર નિમણૂંક કરી છે.આઇટીના નિયમોનું પાલન કરવા માટે ભારત સરકારને પત્ર લખ્યો છે. ટૂંક સમયમાં અમે આ પદો પર કાયમી નિમણૂંક કરશું. ટ્વિટરે કહ્યું છે કે અમે કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન કરવા માટે શક્ય તમામ પગલાં ભર્યાં છે.

આ અગાઉ સરકારે ગયા અઠવાડિયે નવા નિયમોનું પાલન ન કરવા બદલ કંપનીને આકરા શબ્દોમાં ટીકા કરતી અંતિમ નોટીસ ફટકારી હતી. જ્યારે ટ્વિટરના પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે કંપની હંમેશા ભારત માટે પ્રતિબદ્ધ છે અને તેના પ્લેટફોર્મ પર મહત્વપૂર્ણ સાર્વજનિક ચર્ચાઓને સરળ બનાવી રહી છે.

- Advertisement -

ફેસબુકે નવી ગાઈડલાઈનનું પાલન કરતા દેશમાં ગ્રીવન્સ ઓફિસરની નિમણૂંક કરી છે. ઉપરાંત વ્હોટ્સએપે ગ્રીવન્સ ઓફિસર તરીકે પરેશ બી લાલનું નામ પોતાની વેબસાઈટ પર પબ્લિશ કર્યું હતું. ગૂગલે પણ પોતાની વેબસાઈટને અપડેટ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular