Monday, November 29, 2021
Homeરાજ્યદ્વારકા જિલ્‍લામાં સંકલિત મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્‍ધિ

દ્વારકા જિલ્‍લામાં સંકલિત મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્‍ધિ

સુધારણા કાર્યક્રમમાં જિલ્લામાં 760 મતદારોનો ઉમેરો : જિલ્લામાં કુલ 5.77 લાખ મતદારો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તા.1 જાનુઆરીની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સંકલિત મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્‍ધિ ગઈકાલ તારીખ 1 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્‍લા ચુંટણી અધિકારી અને કલેકટર એમ.એ. પંડયાના અધ્‍યક્ષ સ્‍થાને માન્‍ય રાજકિય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડયા તથા નાયબ જિલ્‍લા ચુંટણી અધિકારી રાઠોડે વિગતો આપતા જણાવ્‍યું હતું કે મતદારયાદી બાબતે તા. 1 થી 30 નવેમ્બર સુધી વાંધા સુચનો રજુ કરી શકાશે. તા. 20 ડિસેમ્બરના રોજ વાંધા સુચનોનો નિકાલ કરવામાં આવશે તેમજ તા. 5 જાન્યુઆરીના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્‍ધ કરવામાં આવશે.

- Advertisement -

આગામી તા. 14, 21, 27 અને 28 નવેમ્બરના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ તા. 1 જાન્યુઆરી- 22ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ખાસ કરીને 18 થી 19 વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓને માટે આ ઝુંબેશ મહત્વની રહેશે. નાગરીકો સરળતાથી પોતાના નામની નોંધણી કરાવી શકશે. 

- Advertisement -

યુવા નાગરીકોને મતદાતા નોંધણી વિશે માહિતગાર કરવા ઝુંબેશનો પ્રચાર-પ્રસાર કરવા માટે જિલ્લામાં આવેલ દસ કોલેજોના સતર જેટલા કેમ્પસ એમ્બેસેડર દ્વારા કોલેજોમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેમજ વધુમાં વધુ યુવા મતદારો ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઈન ફોર્મ ભરવા માટે વોટર હેલ્પલાઈન એપ અને NVSP વેબસાઈટનો ઉપયોગ કરે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. ચૂંટણી પંચની સુચના મુજબ જિલ્લાના પ્રતિભાશાળી ચિત્રકાર અને જીવંત ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનીસ બુકમાં નામ નોંધાવનાર સામતભાઈ બેલાને જિલ્લા આઈકોન તરીકે પસંદ કરવામાં આવે છે. જિલ્લામાં ભાવી મતદારો માટેની કુલ 182 સક્ષરતા કલબ, 398 ચુનાવ પાઠશાળાઓ અને 93 વોટર અવેરનેશ ફોરમ કાર્યરત છે.

ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાન મથકની મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે. જેમાં ખંભાળિયામાં મતદારોની વધુ સુવિધા માટે કજુરડા-3 નામનું નવું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. ત્રણ મતદાન મથકોમાં સેક્શન ફેરફાર કરેલ છે અને ચોવીસ મતદાન મથકના સ્થળમાં ફેરફાર કરવામાં આવેલ છે. જ્યારે દ્વારકામાં સોળ મતદાન મથકોના સ્થળમાં ફેરફાર કરવામાં આવેલ છે.  તા. 1 જાન્યુઆરીને ધ્યાને લઈ, મતદારયાદી આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. જેમાં જિલ્લામાં  કુલ 5,77,100 મતદારો હતા. સતત સુધારણા કાર્યક્રમમાં જિલ્લામાં 760 મતદારોનો ઉમેરો થયો છે અને 619 મતદારો કમી થયા છે. આમ, જિલ્લામાં કુલ 5,77,381 મતદારો નોંધાયા છે. જેમા ખંભાળિયા મત વિસ્તારમાં 149 અને દ્વારકા મત વિસ્તારમાં 114 મતદારોનો ઉમેરો થયો છે. જિલ્લાનો જેન્ડર રેશિયો 937, ઈ.પી. રેશિયો 69.70 ટકા થયો છે. જિલ્લામાં કુલ 9,107 માંથી દિવ્યાંગ મતદારોની મતદારયાદીમાં નોંધણી(ફ્લેગિંગ) કરવાની થાય છે જેમાની 92 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરેલ છે.

- Advertisement -

જિલ્લાના 658 બીએલઓ, 71 સુપરવાઈઝર, નાયબ મામલતદાર અને ચાર તાલુકાના મામલતદાર, બે પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાની ચૂંટણી શાખાની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. તમામ રાજકીય પાર્ટી, સ્વીપ ગ્રુપ, કલાકારો, રમતવીરો અને સેવા ભાવિ સંસ્થાઓ, પ્રેસ મીડિયા, ઇલે.મીડિયા અને સોશ્યિલ મીડિયા નો, કેમ્પસ એમ્બેસેડરનો અને જિલ્લા આયકોનનો સહકાર મેળવી આગામી ઝુંબેશ ચલાવવામાં આવશે. લાયકાત ધરાવનાર મતદારો મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલ લાયકાત ધરાવતા નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા. 14, 21, 27 અને 28 ના રોજ સવારે દસ થી પાંચ સુધી રાજ્યનાં તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહશે. જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકશે તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.

આ ઉપરાંત મતદાર યાદીમાં રહેલા મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા, ફોટો કે વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજૂ કરી શકશે. નિયત નમૂનામાં કોરા ફોર્મ્સ મતદાન મથક ખાતે ઉપસ્થતિ બૂથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહશે. તેમ વધુમાં જણાવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular