Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયટેકનોલોજી દિવસ : 1998ના પોખરણ પરીક્ષણ માટે પ્રધાનમંત્રી મોદીએ આભાર વ્યક્ત કર્યો

ટેકનોલોજી દિવસ : 1998ના પોખરણ પરીક્ષણ માટે પ્રધાનમંત્રી મોદીએ આભાર વ્યક્ત કર્યો

- Advertisement -

ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ નેશનલ ટેકનોલોજી દિવસની ઉજવવામાં આવે છે. આજના દિવસે રાજસ્થાનના પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરીને 1998ના સફળ પોખરણ પરીક્ષણ માટે વૈજ્ઞાનિકોનો આભર વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેઓએ કહ્યું છે કે અમે અટલજીના અનુકરણીય નેતૃત્વને ગર્વ સાથે યાદ કરીએ છીએ જેમણે ઉત્કૃષ્ટ રાજકીય સાહસ અને રાજનીતિ દર્શાવી હતી.

- Advertisement -

11 મે 1998ના રોજ, તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે રાજસ્થાનના પોકરણમાં સફળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ત્યારપછી ભારતનું નામ પણ પરમાણુ સંપન્ન દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે અને કોઈ આપણી સામે આંખ મીંચીને પણ જોઈ શકતું નથી. જણાવી દઈએ કે પોકરણમાં આ પરમાણુ પરિક્ષણ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. આ પછી, બીજા વર્ષે આ દિવસે એટલે કે 11 મે, 1999 ના રોજ, ભારતમાં પ્રથમ નેશનલ ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારથી તે દર વર્ષે આ દિવસે ઉજવવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular