Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજલારામ બાપાનો પ્રસાદ અને માસ્તાનની તૈયારી…

જલારામ બાપાનો પ્રસાદ અને માસ્તાનની તૈયારી…

શહેરના જુદા જુદા 36 સ્થાનો પરથી કોરોના ગાઈડલાઈન મુજબ મહાપ્રસાદનું વિતરણ કરાશે : જલારામ મંદિર હાપાના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ કરવામાં આવશે

- Advertisement -

જલારામ સેવા સંસ્થા હાપા અને લોહાણા મહાજન દ્વારા જામનગર શહેરમાં જલારામ જયંતીની ઉજવણીની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જલારામ મંદિર સેવા સંસ્થા જામનગરમાં આવતીકાલે 11મી તારીખે ગુરુવારે સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતિ નિમિત્તે જલારામ બાપાના સુત્ર દેને કો ટુકડા ભલો, લેને કો હરિનામને સાર્થક કરાવવા માટે દરેક જલારામભક્તો સુધી પૂજ્ય જલારામબાપાનો મહાપ્રસાદ પહોંચાડવાના સંકલ્પરૂપે જલારામ જયંતિ મહોત્સવ સમિતિ તરફથી સમગ્ર જામનગર શહેરના 36 થી પણ વધારે સ્થળો પરથી એકી સાથે મહાપ્રસાદ વિતરણનો અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જામનગરની સેવાભાવી સંસ્થા જલારામ સેવા ટ્રસ્ટ – પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર-હાપા દ્વારા ચલાવાતા અન્નક્ષેત્રના રપ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર શહેરમાં આ મહાપ્રસાદ વિતરણનું અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર નજીક હાપા સ્થિત જલારામ મંદિરમાં ચલાવી રહેલા અન્નક્ષેત્રની રપ વર્ષની ઉજવણીની સાથે સાથે આવતીકાલે ગુરુવારે સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે જામનગર શહેરના 36થી પણ વધારે સાથલો ઉપરથી કોવીડ ગાઈડલાઇનને અનુસરી મહાપ્રસાદ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

છોટી કાશીના તમામ જલારામ ભકતોને ઘેર ઘેર સુધી મહાપ્રસાદ કોવીડ ગાઈડલાઇન સાથે પહોંચી શકે, તેના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક સ્થળો પર બપોરે 12 વાગ્યે એકી સાથે સૌપ્રથમ જલારામ બાપાની આરતી કરવામાં આવશે, અને ત્યાર પછી પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

- Advertisement -

જલારામ જયંતિ મહોત્સવ સમિતિના જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, મનોજભાઈ અમલાણી, ભરતભાઇ મોદી, ભરતભાઇ કાનાબાર, અતુલભાઇ પોપટ, રાજુભાઈ કોટેચા, રાજુભાઈ મારફતિયા, અનિલભાઈ ગોકાણી, રાજુભાઈ હિંડોચા, નિલેશભાઈ કક્કડ, મધુભાઈ પાબારી તથા મનીષભાઈ તન્ના સહિતના તમામ કાર્યકરો આ મહાપ્રસાદ વીતરણના આયોજનને આખરી ઓપ આપવામાં તનતોડ મહેનત કરી રહ્યા છે. જામનગરના તમામ જલારામ ભક્તો આ મહાપ્રસાદના આયોજનનો લાભ લે તેવો અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular