Sunday, December 5, 2021
Homeરાજ્યમોટી ખાવડીમાંથી લાખોની ડિઝલ ચોરીના કૌભાંડમાં પોલીસ ફરિયાદ

મોટી ખાવડીમાંથી લાખોની ડિઝલ ચોરીના કૌભાંડમાં પોલીસ ફરિયાદ

કંપનીના કર્મચારી સહિત 6 શખ્સો વિરૂધ્ધ રૂા.17.60લાખની છેતરપિંડીની ફરિયાદ : 22,000 લીટર ડિઝલ ટેન્કરમાંથી કાઢી લઇ વેંચી માર્યું

- Advertisement -

જામનગર જિલ્લાના મોટી ખાવડીમાંથી ટ્રાન્સપોટરના ટેન્કરમાંથી છ શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી બોગસ લાયસન્સનો ઉપયોગ કરી કુલ રૂા.17.60 લાખની કિંમતનું 22,000 લીટર ડીઝલ કાઢી લઇ બારોબાર વેંચી નાખ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી જીજે.05.બીએકસ.8776 નંબરના ટેન્કરમાંથી રાજપાલસિંહ જયેન્દ્રસિંહ ગોહિલ જેના ભાઇ ભગીરથસિંહ ગોહિલ દ્વારા ટેન્કરમાં લિકેજ બતાવી તેમાંથી રૂા.3,20,000ની કિંમતનું 4000 લિટર ડિઝલ કાઢી લઇ બારોબાર વેચી નાંખ્યું હતું તેમજ રાહુલ પ્રભાત ડાંગર અને બ્રિજરાજસિંહ રામસંગ ચુડાસમા નામના બંન્ને શખ્સોએ રાહુલ પાસે લાયસન્સ ન હોવા છતાં બ્રિજરાજસિંહના પિતા રામસંગ ચુડાસમાનો લાયસન્સનો ઉપયોગ કરી ખોટી ઓળખ આપી જીજે.03.એએકસ.8652 નંબરના ટેન્કરમાં લીકેજ કરી રૂા.14,40,000ની કિંમતનું 18,000 લીટર ડિઝલ કાઢી લઇ બારોબાર વેંચી માર્યું હતું.

આ કૌભાંડમાં ચારેય શખ્સોએ ફિલ્ડ એકઝીકયુટીવ નિકુજ મહેન્દ્ર પટેલ અને મયુર અમૃત વાણંદ નામના કર્મચારીઓ સાથે મળીને પૂર્વ આયોજીત કાવતરૂ રચી વિશ્ર્વાસઘાત કરી કુલ રૂા.17,60,000ની કિંમતનું 22,000 લિટર ડિઝલ વેંચી નાંખ્યાની નયનકુમાર પંડયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે પીએસઆઇ કે.આર.સિસોદિયા તથા સ્ટાફે રાજપાલસિંહ જયેન્દ્રસિંહ ગોહિલ, ભગીરથસિંહ જયેન્દ્રસિંહ ગોહિલ, રાહુલ પ્રભાત ડાંગર, બ્રિજરાજસિંહ રામસંગ ચુડાસમા, નિકુંજ મહેન્દ્ર પટેલ અને મયુર અમૃત આણંદ નામના છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular