Thursday, December 2, 2021
Homeરાજ્યજામનગરજામનગરના રણજીતનગરમાં આવેલાં ફલેટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

જામનગરના રણજીતનગરમાં આવેલાં ફલેટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

પોલીસ દ્વારા શખ્સની શોધખોળ : બાલંભામાં બે દરોડામાં છ બોટલ સાથે બે શખ્સ ઝબ્બે : સપ્લાયરનું નામ ખુલ્યું : હાપામાંથી બે બોટલ દારૂ સાથે તરૂણ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલાં એપાર્ટમેન્ટમાં ત્રીજેમાળે રહેતાં શખ્સના ફલેટમાંથી પોલીસે રેઇડ દરમ્યાન તલાસી લેતાં રૂા.13,300ની કિમંતની 19 બોટલ દારૂ મળી આવતાં પોલીસે શખ્સની શોધખોળ આરંભી હતી. જોડિયા તાલુકાના બાંલભા બસસ્ટેશન પાસેથી પોલીસે શખ્સને ત્રણ બોટલ દારૂ અને એકટિવા સહિત 41,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના હાપા ગામમાંથી પોલીસે શખ્સને બે બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગે ની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના રણજીતનગર પ્રણામી સ્કુલ પાસે આવેલાં બંસી એપાર્ટમેન્ટમાં ત્રીજામાળે 302 નંબરના ફલેટમાં રહેતાં વિજયસિંહ કિશોરસિંહ ચૌહાણના મકાનમાંથી પોલીસે તલાસી લેતાં રૂા.13,300ની કિંમતની 19 બોટલ દારૂ મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી નાસી ગયેલાં વિજયસિંહની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

બીજો દરોડો, જોડિયા તાલુકાના બાંલભા ગામના બસસ્ટેન્ડ પાસેથી એકટીવા બાઇક પર પસાર થતાં મનોજપરી મોજપરી ગોસાઇ નામના શખ્સને આંતરીને તલાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.1,500ની કિંમતની દારૂની ત્રણ બોટલ મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો અને એકટીવા સહિત રૂા.41,500ના મુદ્દામાલ સાથે અટકાયત કરી પુછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો અમર પરેશા નામના શખ્સ પાસેથી ખરીદયાની કેફિતના આધારે બંન્ને શખ્સ વિરૂધ્ધ ગુનોનોંધી તપાસ આરંભી હતી. તેમજ જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતાં સોહિલ હુસેન જામ નામના શખ્સને આંતરીને તલાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.1500ની કિંમતની દારૂની ત્રણ બોટલ મળી આવતાં પોલીસે પુછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો અમર પરેશા પાસેથી ખરીદયાની કેફિયત આપતાં અમર પરેશાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

તેમજ જામનગર તાલુકાના હાપા કોલોનીમાં ચાંદની ચોક વિસ્તારમાંથી પસાર થતાં એક તરૂણને આંતરીને તાલસી લેતાં તેના કબ્જામાંથી રૂા.1000ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતાં પોલીસે દારૂ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ બોટલો કરણ ઉર્ફે બાડો વસંત ગોરી પાસેથી ખરીદયાની કેફિયતના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular