ગુજરાતમાં સિંહની પજવણીના વિડીઓ અનેક વખત સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે. ત્યારે આજે આવી જ વધુ બે ઘટનાઓ બની છે. અમરેલીનો એક વિડીઓ સામે આવ્યો છે. અમરેલીના ગ્રામ્ય પંથકનો આ વિડીઓ છે. જેમાં જોઈ શકાય છે કે પશુને સિંહની સામે બાંધી રાખવામાં આવ્યું છે. અને સિંહ તેની ફરતે શિકાર કરવા આટાફેરા કરી રહ્યો છે. લાયન શો માટે એક પશુને બાંધીને પજવણી કરવાનો આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
#amreli #viralvideo #lion #ખબરગુજરાત
અમરેલીના ગ્રામ્ય પંથકમાં સિંહની પજવણીનો વિડીઓ વાયરલ
શિકાર માટે પશુને બાંધી રાખી જંગલના રાજાની પજવણી કરાઈ pic.twitter.com/wVv6s6r2Qj
— Khabar Gujarat (@khabargujarat) November 18, 2021
દિવાળી વેકેશનની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી ઉભરાયું છે. સિંહ દર્શન માટે સાસણમાં હજારો પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પરંતુ એક ફોટો સામે આવ્યો છે જેમાં વનવિભાગ હસ્તકની જીપ્સીઓએ સિંહણને ઘેરી લીધી છે. સિંહણની ચારે બાજુ જીપ્સી રાખીને સિંહદર્શનનો આ ફોટો સામે આવતા વિવાદ સર્જાયો છે અને અમદાવાદ ખાતે રહેતા એક નિવૃતએડીશનલ ડીસ્ટ્રીકટ જજ જયદેવ ધાધલે વન વિભાગને ફરિયાદ કરી તપાસની માંગ કરી છે. ગીરના જંગલમાં સફારી પ્રોટોકોલ અને પરમીટની શરતોનો ભંગ કર વન્યજીવની પજવણી કરવામાં આવી તેમ જણાવ્યું છે.અમુક વાહનોના નંબર પણ જોઈ શકાય છે તેના આધારે તપાસ કરવા જણાવવામાં આવ્યું છે