Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરમોટરસાઈકલ ચાલકે હડફેટે લેતા રાહદારીનું ગંભીર ઈજાથી મૃત્યુ

મોટરસાઈકલ ચાલકે હડફેટે લેતા રાહદારીનું ગંભીર ઈજાથી મૃત્યુ

પોલીસ દ્વારા ગુનો નોંધી મોટરસાઈકલચાલકની શોધખોળ

- Advertisement -

ઝાખર ગામથી સીંગચ ગામ તરફ ચાલવા નિકળેલ બે લોકોને મોટરસાઈકલ ચાલકે હડફેટે લેતા એકને ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નિપજતા પોલીસ દ્વારા મોટરસાઈકલ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, તા.15ના રોજ રાત્રિના સમયે મહિપતસિંહ બનેસંગ જાડેજા તથા મહેન્દ્રસિંહ મહિપતસિંહ ચુડાસમા ઝાખર ગામથી સીંગચ ગામ જતા રોડ પર ચાલવા નિકળ્યા હતાં આ દરમિયાન જીજે-10-ડીએસ-6825 નંબરના ચાલક જયદેવસિંહ જાડેજાએ પોતાનું મોટરસાઈકલ પૂરઝડપે બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી મહિપતસિંહને પાછળથી ઠોકર મારતા તેમને ડાબી આંખ તથા ડાબી બાજુ કપાળ ઉપર ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મહેન્દ્રસિંહની ફરિયાદને આધારે મેઘપર પડાણા પોલીસ દ્વારા જયદેવસિંહ જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ બી બી કોડિયાતર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular