જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ગાયત્રી ચોકમાં સરસ્વતી સોસાયટીમાં રહેતા અને કડિયાકામ કરતાં મનોજભાઇ મગનભાઇ ગોહિલ નામના યુવાનની પુત્રી આનંદીબેન મનોજભાઇ ગોહિલ (ઉ.વ.17) નામની સગીરાએ ગત્ તા. 29ના રોજ બપોરના સમયેે તેણીના ઘરે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું મોત નિપજયાના બનાવ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરવામાં આવતા હે.કો. જે. કે. વજગોળ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.


