Wednesday, April 17, 2024
Homeરાજ્યજામનગરતપોવન ફાઉન્ડેશન દ્વારા માં-બાપ વિહોણી દિકરીઓના સમૂહલગ્નનું આયોજન

તપોવન ફાઉન્ડેશન દ્વારા માં-બાપ વિહોણી દિકરીઓના સમૂહલગ્નનું આયોજન

- Advertisement -

તપોવન ફાઉન્ડેશન જામનગર દ્વારા અનેકવિધ સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિઓ થાય છે. પોતાની આ પ્રવૃત્તિઓમાં એક મોરપીંછ સમાન અનેરા સમુહ લગ્નનું આયોજન આગામી તારીખ ૨૭/૦૧/૨૦૨૨ નારોજ પ્રણામી સંસ્થાનું મેદાન, હિરજી મીસ્ત્રી રોડ ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં તેમના આશિર્વાદ સાથે થવા જઇ રહ્યું છે.

- Advertisement -

 

- Advertisement -

સમાજમાં જુદી-જુદી જ્ઞાતિઓ દ્વારા પોતપોતાની જ્ઞાતિના સમૂહ લગ્ન થતાં હોય છે. અમૂક સંસ્થાઓ પણ સમૂહ લગ્ન કરતી હોય છે. પરંતુ મા-બાપ વિહોણી અથવા તો પિતા વિહોણી સર્વ જ્ઞાતિની દીકરીઓના સમૂહલગ્નનું આયોજન જામનગરમાં સૌ પ્રથમ વાર તપોવન ફાઉન્ડેશન દ્રારા “કન્યાદાન લગ્નોત્સવ’ તરીકે થઇ રહ્યું છે. આ લગ્નોત્સવમાં અલગ અલગ જ્ઞાતિઓની ૧૬ દીકરીઓ સમૂહલગ્નદ્વારા પ્રભુતામાં પગલા માંડશે.

આ કન્યાદાન લગ્નોત્સવ માં તપોવન ફાઉન્ડેશન આવી દીકરીઓના માતા પિતાના કર્તવ્યભાવે સમૃદ્ધકરિયાવર દરેક દીકરીઓને આપશે. આ પ્રસંગની વિશેષતા એ છે કે દીકરી ન હોય તેવા માતા પિતા કન્યાદાનના આ પુણ્યકાર્ય નો લાભલે તેવો પણ ભાવ છે.

- Advertisement -

આ લગ્નોત્સવની ખાસ વિશેષતા એ છે હિન્દુ શાસ્ત્રોક્ત” વિધિ જેવીકે લગ્ન લખવાની વિધિ, ગણેશ સ્થાપન, મંડપ મુહુંર્ત, ગ્રહ શાંતિ, હસ્ત મેળાપ અને સપ્તપદિના ફેરા સહિતની તમામ વિધિઓ વિદ્વાન પંડીતો દ્વારા કરાવવામાં આવશે. તદઉપરાંત દિકરીઓને મહેંદી અને બ્યુટી પાર્લરની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરાવવામાં આવશે. તેમજ સમુહ લગ્નમાં ૧૬ વરરાજાઓનો વરઘોડો એક સાથે નીકળશે અને લગ્ન મંડપે પહોંચશે. ઉપરાંત બહારગામથી આવતી જાનના સભ્યોને ઉતારાની, ભોજનની તેમજ વરરાજાને તૈચાર કરવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા થનાર છે.

આ સમૂહ લગ્નમાં પ.પુ ભાઇશ્રી રમેશભાઇ ઓઝા નવદંપતીઓને આશિર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેવાના છે. તેમજ પ.પૂ. મહંત દેવપ્રસાદજી મહારાજ, આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ, પ.પૂ.ગો. વલ્લભરાયજી મહોદય પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. તદઉપરાંત પોરબંદરના પ્રસિદ્ધ કથાકાર શ્યામભાઇ ઠાકર પણ ઉપસ્થિત રહેશે.
તપોવન ફાઉન્ડેશના ફાઉન્ડર રાજેનભાઈ જાની અને ટ્રસ્ટીઓ પ્રો. વસુબેન એન. ત્રિવેદી (પૂર્વ રાજ્યમંત્રી) અને પરેશભાઇ જાની આ સમૂહ લગ્નને સફળ બનાવવા તેમના કાર્યકર્તાની ટીમ સાથે કાર્યરત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular