Friday, March 29, 2024
Homeરાજ્યકચ્છથી માત્ર 130 કિ.મી. દૂર, પાક. એ 04 વર્ષમાં જ આધુનિક એરબેઝ...

કચ્છથી માત્ર 130 કિ.મી. દૂર, પાક. એ 04 વર્ષમાં જ આધુનિક એરબેઝ ખડકયું !

જો કે, કચ્છમાં આપણાં બે એરબેઝ ભૂજ-નલિયા સજજ છે, જવાબ આપવા સક્ષમ

- Advertisement -

આર્થિક રીતે દેવાળું ફૂંકવા સુધીની સ્થિતિમાં આવી ગયેલું પાકિસ્તાન લશ્કરીક્ષેત્રે વધુ ને વધુ ખર્ચ કરી રહ્યું છે. ભારતની બરાબર થવાના દિવાસ્વપ્નમાં તે દેવું લઇને પણ સામરિક સાધનો વસાવવાની સાથે પોતાની સરહદો પર આધુનિક માળખાકીય સુવિધા ઊભી કરી રહ્યું છે. ખાસ કરીને કચ્છની બોર્ડર પર છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાકિસ્તાન સતત સુવિધા વધારી રહ્યું છે, જેને પગલે ભારતીય એજન્સીઓ પણ સતર્ક છે. કચ્છની સામે સિંધના ભોલારી એરબેઝમાં તાજેતરમાં ચીન સાથે પાકિસ્તાનના થયેલા યુદ્ધ અભ્યાસ બાદ નવી સેટેલાઇટ તસવીરો બહાર આવી છે.

- Advertisement -

એક સમયે સિંધમાં પાકિસ્તાન સેના કે રેન્જર્સ માટે ખાસ કોઇ સુવિધા વધારતું ન હતું. કચ્છની બોર્ડર પર ખાસ કોઇ ધ્યાન આપવામાં આવતું ન હતું, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી કચ્છની સામેપાર સિંધમાં ચીનની મદદથી પાકિસ્તાન લશ્કરી સુવિધા સતત વધારી રહ્યું છે. કચ્છની ઉત્તરીય સરહદની સામે માત્ર 130 કિમી દૂર સિંધના થટ્ટા જિલ્લામાં ભોલારી પાસે પાકિસ્તાને બનાવેલા અત્યાધુનિક એરબેઝની નવી સેટેલાઇટ તસવીરો બહાર આવી છે. ડિસેમ્બરમાં જ અહીં પાકિસ્તાને ચીન સાથે શાહીન 11 યુદ્ધ અભ્યાસ કર્યો હતો, જેને કારણે યુદ્ધના ધોરણે અહીં સુવિધાઓ વધારવામાં આવી હતી.

નવી સેટેલાઇટ તસવીરોમાં એરબેઝ પર નવાં બંકરો, રડાર, રન વે તથા નવી ઇમારતો દેખાઇ રહ્યાં છે. ખાસ તો ડિસેમ્બરમાં જ અહીં યુદ્ધ અભ્યાસ હોવાથી ફાઇટર જેટ પર આ એરબેઝ પર સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. ચોંકાવનારી વાતે એ છે કે પાકિસ્તાને માત્ર ચાર વર્ષમાં આ એરબેઝ તૈયાર કરી દીધું છે, જેમાં ચીનની મદદ વગર આ શક્ય લાગતું નથી. વર્ષ 2016ની સેટેલાઇટ તસવીરોમાં અહીં એરબેઝનું નામો નિશાન ન હતું, જ્યારે ડિસેમ્બર 2020ની સેટેલાઇટ તસવીરોમાં આધુનિક એરબેઝ જોઇ શકાય છે. કચ્છથી માત્ર 130 કિમી જ દૂર હોવાથી ભારત પર જોખમ વધ્યું છે. જોકે કચ્છમાં ભુજ અને નલિયા એરબેઝ પર તહેનાત ભારતની વાયુસેના પાકિસ્તાન તરફથી કોઇપણ કાંકરીચાળાને બે ગણી તાકાતથી જવાબ આપવા સક્ષમ છે.

- Advertisement -

કચ્છથી લઈને કાશ્મીર સુધી પાકિસ્તાન ગમે એટલા ધમપછાડા કરે, પણ ભારતનાં સુરક્ષાદળો તમામ રીતે જવાબ આપવા સક્ષમ છે. કચ્છની વાત કરવામાં આવે તો નલિયા અને ભુજ એરબેઝ પાકિસ્તાનના આ ભોલારી એરબેઝથી પણ આધુનિક સુવિધાથી સજ્જ છે તથા પાક. એરફોર્સના કોઈપણ ઓપરેશનને ભારતીય વાયુસેના કચ્છથી જ જવાબ આપી શકે એટલી મજબૂત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular