Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયપંજાબના નવા CM મુદ્દે ઘમાસાણ, ધારાસભ્યોનો મત લેતા ઓબ્ઝર્વર

પંજાબના નવા CM મુદ્દે ઘમાસાણ, ધારાસભ્યોનો મત લેતા ઓબ્ઝર્વર

- Advertisement -

કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા પછી પંજાબના નવા CM કોણ હશે? તેને લઈને કોંગ્રેસમાં વિચારણા ચાલી રહી છે. અંબિકા સોનીના ઈન્કાર પછી હવે રેસમાં નવજોત સિદ્ધૂ, તેમના નજીકના સુખજિંદર રંધાવા અને સુનીલ જાખડ ચાલી રહ્યાં છે. હાલની સ્થિતિને જોતા કોંગ્રેસ હાઈકમાન્ડના ઓબ્ઝર્વર અજય માકન, હરીશ ચૌધરી અને પંજાબના ઈન્ચાર્જ હરિશ રાવત નવેસરથી ધારાસભ્યોના ફીડબેક લઈ રહ્યાં છે. ઓબ્ઝર્વર ફોન પર ધારાસભ્યોનો મત લઈ રહ્યાં છે. તેમને પુછાઈ રહ્યું છે કે તે કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.

સુખજિંદર રંધાવાએ કહ્યું કે CM ચહેરાની પસંદગીનો અધિકાર હાઈકમાન્ડને આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આવાનાર 2-3 કલાકમાં નવા ચહેરાની જાહેરાત થઈ જશે. આ સિવાય નવજોત સિદ્ધૂ અને સંગઠન મહાસચિવ પરગટ સિંહ પણ હોટલમાં ઓબ્ઝર્વર અને પંજાબ પ્રભારી સાથે બેઠક કરી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular