Thursday, December 9, 2021
Homeરાજ્યગુજરાતનિરામય ગુજરાત : રાજયના 3 કરોડ નાગરિકોનાં આરોગ્યનું સ્ક્રીનિંગ થશે

નિરામય ગુજરાત : રાજયના 3 કરોડ નાગરિકોનાં આરોગ્યનું સ્ક્રીનિંગ થશે

બુધવારે કેબિનેટ બેઠકમાં લેવાયેલો નિર્ણય

- Advertisement -

બેનચેપી રોગો એટલે કે ડાયાબીટીસ, હાઇપરટેન્શન, કેન્સર, કિડનીની બિમારીઓ જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવા બિનચેપી રોગો બાબતે નિરામય ગુજરાત મહાઅભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત આવા બિનચેપી રોગો માટે સ્ક્રિનીંગથી સારવાર સુધીની સેવાઓ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવશે.

- Advertisement -

આજની આધુનિક, ઝડપી અને બદલાયેલી જીવનશૈલી આધારીત બિનચેપી રોગો જેવા કે લોહીનું ઉચ્ચું દબાણ, ડાયાબીટીસ, મોઢા – સ્તન – ગર્ભાશયના મુખની કેન્સર, કિડનીની બિમારી, મેદસ્વીતા, શ્વસનતંત્રના રોગો, હૃદયરોગ અને લકડવા જેવી ગંભીર પ્રકારના બિનચેપી રોગોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ સમસ્યાઓને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા નિરામય ગુજરાત અભિયાન આગામી શુક્રવારથી શરૃ કરવામાં આવનાર છે. જેમાં ડાયાબીટીસ, કેન્સર, બીપી, પાંડુરોગ, કિડનીની બિમારી તથા કેલ્શિયમની ઉણપ બાબતે નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું નિ:શુલ્ક ચેકઅપ કરવામાં આવશે અને સારવાર અંગે માર્ગદર્શન પણ અપાશે. આ નિ:શુલ્ક મેગા કેમ્પમાં લોહીની તપાસ, હિમોગ્લોબીનની તપાસ, લીપીડ પ્રોફાઇલ , લીવર ફંક્શન ટેસ્ટ, ઇસીજી, બીએમઆઇ તપાસ, સિરમ ક્રિએટીન, બ્લડ યુરિયા, યુરીન સુગર, આલ્બ્યુમિન, સર્ગભાશયના મુખની વીલીટેસ્ટ, પેપટેસ્ટ પણ અહીં નિ:શુલ્ક કરી આપવામાં આવશે. અહીં વિનામૂલ્યે દવાનું વિતરણ કરવા ઉપરાંત પીએમજેએવાય – આયુષમાન કાર્ડ કાઢવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular