Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર : વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટમાંથી છોડાતી વરાળના અવાજથી આસપાસના રહેવાસી ત્રસ્ત

જામનગર : વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટમાંથી છોડાતી વરાળના અવાજથી આસપાસના રહેવાસી ત્રસ્ત

જાણો…હજુ કેટલાંક દિવસ સહન કરવો પડશે આ ભેદી અવાજ

- Advertisement -

- Advertisement -

જામનગરમાં ગાંધીનગર સ્થિત વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટના ટેસ્ટીંગ દરમ્યાન છોડવામાં આવતી વરાળને કારણે ઉદ્ભવતા ઘરઘરાટી ભર્યા અવાજથી આસપાસના વિસ્તારોમાં કુતુહલ સાથે ભયનો માહોલ પ્રસર્યો છે. પ્લાન્ટમાંથી આવતાં વિચિત્ર અવાજને કારણે આસપાસના રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે. પ્લાન્ટનો આ અવાજ છેક પટેલ કોલોની સુધી સંભળાતો હોવાનું લોકો જણાવી રહ્યા છે.

ગાંધીનગર, મચ્છરનગર, મોમાઇનગર, પુનીતનગર, શાંતિનગર, પટેલ કોલોની, ગોકુલધામ વગેરે વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ઘરઘરાટી ભર્યો અવાજ સંભળાય રહ્યો છે. જાણે પુરા વેગથી પ્લેન પસાર થતું હોય તે પ્રકારના આ અવાજથી લોકો કુતુહલ સાથે ભયભીત થયા છે. સાથે-સાથે અવાજ પ્રદૂષણથી પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે. જોકે, આ અવાજ કોઇ રહસ્યમય નહીં પરંતું ગાંધીનગર પાછળ આવેલાં વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટમાંથી છોડવામાં આવતી વરાળનો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર છેલ્લાં એક સપ્તાહથી કંપની દ્વારા પ્લાન્ટનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. જેને કારણે ટર્બાઇનને ફેરવવા માટે જનરેટ કરાતી સ્ટીમ(વરાળ)ને હાલ હવામાં છોડવામાં આવી રહી છે. આ સ્ટીમ વધુ અવાજ ન કરે તે માટે બોયલર પર સાયલેન્સર મુકવામાં આવ્યું છે. જેને કારણે ફાયટર પ્લેન જેવો અવાજ આવી રહ્યો છે.

કંપની સુત્રોના જણાવ્યા અનુસાર, ટેસ્ટીંગ માત્ર દિવસ દરમ્યાન જ કરવામાં આવે છે. રાત્રી દરમ્યાન ટેસ્ટીંગ કરવામાં આવતું નથી. જેથી લોકોને અવાજના પ્રદૂષણથી મુશ્કેલી ન થાય. સુત્રો મુજબ આગામી 8-10 દિવસ સુધી આ ટ્રાયલ રન કરવામાં આવશે. પ્લાન્ટમાં વિજળીનું ઉત્પાદન શરૂ થઇ ગયા બાદ આ અવાજ બંધ થઇ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular