Thursday, March 28, 2024
Homeબિઝનેસનિફ્ટી ફ્યૂચર રેન્જ 14303 થી 14808 પોઇન્ટ ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યૂચર રેન્જ 14303 થી 14808 પોઇન્ટ ધ્યાને લેવી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે કોરોના સંક્રમણની બીજી લહેર, ફુગાવા અને બોન્ડ યીલ્ડના વધારાને કારણે ભારતીય શેરબજાર સતત દબાણ હેઠળ રહ્યું હતું. અમેરિકન ફેડરલ રિઝર્વે વર્ષ ૨૦૨૩ સુધી વ્યાજદર વધારવામાં નહીં આવે અને ફુગાવાનો અંદાજના વધારા સામે અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધીને ૧.૭૨% છેલ્લા એક વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચતા ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડા તફડી જોવા મળી હતી. બીજી તરફ પશ્ચિમ બંગાળ, આસામ સહિત ચાર રાજયોમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓને લઈ અનિશ્ચિતતા સાથે વધતી મોંઘવારીની પરિસ્થિતિને લઈ સરકાર માટે આગામી દિવસો પડકારરૂપ નીવડવાના સંકેતની નેગેટીવ અસર પણ જોવાઈ હતી.

વિશ્વભરમાં કોરોનાના બીજા વેવમાં પોઝિટીવ કેસો સતત વધવા લાગતાં અને સ્થાનિક સ્તરે પરિસ્થિતિ ચિંતાજનક બનવા લાગતાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ સહિતના રાજયોમાં ચોક્કસ સમય માટે કર્ફ્યુ અમલી કરવામાં આવતા અને તેને કારણે હોટલ, રેસ્ટોરા, મુવિ જેવા સેક્ટરને નકારાત્મક અસર થવાની સંભાવનાઓ પાછળ આર્થિક ગ્રોથ ફરીથી ખોરવાઈ શકે તેવી દહેશત વ્યકત કરવામાં આવતા દેશમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ સર્જાઈ શકે તેવી ભીતિ ઊભી થઈ હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

કોરોના મહામારીના પગલે ૨૦૨૦-૨૧નું નાણાંકીય વર્ષ આર્થિક મોરચે ભારે અફડા તફડી ભર્યું પુરવાર થયું છે. જો કે, આ ઉથલપાથલ વચ્ચે પણ ભારતીય શેરબજારોએ વિશ્વના આગેવાન શેરબજારોમાં શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો છે. તોફાની તેજીના પગલે નાણાંકીય વર્ષ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં અંદાજીત રૂ.૯૪ લાખ કરોડનો તોતિંગ વધારો નોંધાયો છે.

- Advertisement -

કોરોના મહામારીને કારણે લોકડાઉનની જાહેરાત વડાપ્રધાને ૨૪ માર્ચ ૨૦૨૦ના રોજ કરી હતી. એક વર્ષ પહેલાં આખા દેશને ૨૧ દિવસ માટે રોકી દેવામાં આવ્યો હતો અને તે જ દિવસે ભારતીય શેરબજારમાં ગભરાટ ફેલાતા ભારે કડાકો જોવા મળ્યો હતો. જો કે, ત્યારબાદ સાનુકૂળ પરિબળો પાછળ બજારમાં તોફાની તેજી ઉદ્ભવતા લોકડાઉનની જાહેરાતથી અત્યાર સુધીમાં બજારની ચાલ જોઈએ તો નિફ્ટી ફ્યુચરે ૨૩ માર્ચ ૨૦૨૦ થી ૨૩ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૯૫% અને બીએસઇ સેન્સેક્સે ૯૩%નું વળતર આપ્યું છે. તે જ સમયગાળા દરમિયાન બેન્ક નિફ્ટીમાં ૧૦૦% વળતર જોવા મળ્યું છે. એ જ રીતે મિડકેપમાં ૧૧૫% અને સ્મોલકેપમાં ૧૩૨%નું અકલ્પનીય વળતર જોવા મળ્યું છે. આમ, ચાલુ નાણાંકીય વર્ષમાં શેરબજારમાં ઉદ્ભવેલ તોફાની તેજીના પગલે ભારતીય શેરબજારે વિશ્વના અન્ય આગેવાન શેરબજારોની તુલનાએ શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો છે.

કોરોના મહામારી દરમિયાન શેરબજાર અને અર્થવ્યવસ્થામાં પ્રારંભિક ઘટાડા પછી જે પુન: રીકવરી થઈ છે તે અભૂતપૂર્વ છે. આર્થિક રિકવરી આખા વિશ્વમાં શરૂ થઈ છે. જે આગામી ૨ વર્ષ સુધી ચાલુ રહેશે. ઓટો અને ઘરોની માંગમાં સારી તેજી જોવા મળી છે.

ભારતીય અર્થતંત્રમાં ગત વર્ષે ૭.૧%નો ઘટાડો જોવા મળ્યા બાદ ભવિષ્યની સંભાવના વધુ અનુકુળ થતાં વર્ષ ૨૦૨૧નાં કેલેન્ડર વર્ષમાં ૧૨%ની વૃધ્ધીનું મુડીઝે અનુમાન લગાવ્યું છે. ડિસેમ્બર ૨૦૨૦એ સમાપ્ત થતા ત્રિમાસિકમાં જીડીપીનો વૃધ્ધી દર ૦.૪% રહ્યો છે, આ પ્રદર્શન અપેક્ષા કરતા ઘણું સારૂ છે. નિયંત્રણો હળવા કરાયા બાદ દેશ અને વિદેશમાં માંગ સુધરી છે, તેના કારણે હાલનાં મહિનાઓમાં મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન વધ્યું છે. મુડીઝનું અનુમાન છે  કે વિદેશી મુડીરોકાણમાં આગામી કેટલાક ત્રિમાસિકમાં વૃધ્ધી સાથે વર્ષ ૨૦૨૧માં સ્થાનિક માંગમાં સુધારો થતો જોવા મળશે. મુડીઝે જણાવ્યુ હતું કે મુખ્ય મોંઘવારી વર્ષ ૨૦૨૧માં નિયંત્રિત રીતે વધશે, જો કે ખાદ્ય વસ્તુઓ અને ઇંધણમાં મોંઘવારીથી પરિવારોનાં ખર્ચ પર અસર પડશે, તે સાથે જ જો કોવિડ-૧૯ સંક્રમણની બીજી લહેર વેગ પકડી રહેશે તો તેનાં કારણે ૨૦૨૧માં સુધારાને જોખમ પેદા થઇ શકે છે.

બજારની ભાવી દિશા….

વિશ્વભરમાં ફરી કોરોના સંક્રમણના નવા વેવની ચિંતામાં ફરી લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. નેગેટીવ પરિબળો હવે એક સાથે માથું ઉંચકી રહ્યા છે, મોંઘવારી અસહ્ય બની રહી છે, રાજયોની ચૂંટણીઓ આવી રહી છે ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિતના રાજયોમાં ચિંતાજનક રીતે વધતાં કોરોનાના કેસોના પરિણામે કેન્દ્ર અને રાજય સરકારો ચિંતામાં મૂકાઈ પરિસ્થિતિ કાબૂ બહાર થવા લાગતાં લોકડાઉનની સ્થિતિ આવી ગઈ છે. જેની સીધી અસર આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્ર પર જોવાશે. એક વર્ષથી કોરોનાના કારણે દેશભરમાં બેરોજગારીની સમસ્યામાં વધારો થયો હોઈ આ પરિસ્થિતિ આગામી દિવસોમાં વણસવાના સંજોગોમાં કેન્દ્ર અને રાજયો માટે મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા છે. જેથી હવે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ પૂરું થવામાં છે, ત્યારે વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર રહેશે.

ભારત માટે વર્ષ ૨૦૨૧માં જીડીપી-આર્થિક વિકાસનો અંદાજ મૂડીઝે ૧૨% મૂક્યો છે, પરંતુ આ વિકાસની ગતિ વર્ષના અંતના સમયમાં કોરોના સહિતના નેગેટીવ પરિબળોમાંથી ભારત બહાર આવ્યે જોવાય એવી શકયતા છે. એ પૂર્વે ભારતીય શેરબજાર હજુ ઓવરબોટ પોઝિશનમાં હોઈ કરેકશન અનિવાર્ય છે. ગત બે સપ્તાહથી બજારમાં જોવાઈ રહેલી અફડાતફડી સાથે ઊંચા મથાળે ઘટાડાની ચાલ આગામી સપ્તાહમાં પણ આગળ વધવાની શકયતા રહેશે.

ભારતીય શેરબજાર હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. વિશ્વ સહિત ભારતમાં કોરોનાના કેસમાં વધારો અને ફરી લૉકડાઉનના કિસ્સામાં વધારો થશે તો તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા જોવાઈ રહી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં મોટા પાયે ખરીદીના આંકડા હવે અદ્રશ્ય થવા સાથે છેલ્લા બે સપ્તાહમાં ફંડો-દિગ્ગજો દ્વારા બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૬૨૨ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૧૪૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૪૬૭૬ પોઇન્ટથી ૧૪૭૩૭ પોઇન્ટ,૧૪૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૪૮૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૩૭૧૯ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૩૦૩ પોઇન્ટના પ્રથમ અને ૩૩૦૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૪૦૦૪ પોઇન્ટથી ૩૪૨૭૨ પોઇન્ટ, ૩૪૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૪૦૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એચ.જી. ઈન્ફ્રા ( ૨૯૦ ) :- કન્સ્ટ્રકશન & ઇજનેરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) ન્યુજેન સોફ્ટવેર ( ૨૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૬૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૯૩ થી રૂ.૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) નિર્લોન લિમિટેડ ( ૨૭૫ ) :- રૂ.૨૬૦ નો પ્રથમ તેમજ રૂ.૨૪૪ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૮૮ થી રૂ.૨૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) એમ & એમ ફીન ( ૨૦૪ ) :- ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૩ થી રૂ.૨૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૧ ) :- રૂ.૧૭૭ નો પ્રથમ તેમજ રૂ.૧૬૩ ના સ્ટોગ સપોર્ટથી કન્સ્ટ્રક્શન & ઇજનેરી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૦૩ થી રૂ.૨૧૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) કેપીઆઈટી ટેકનોલોજી ( ૧૭૮ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૬૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૩ થી રૂ.૨૦૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) નોસિલ લિમિટેડ ( ૧૭૧ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૫૫ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૮૩ થી રૂ.૧૯૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ડેલ્ટા કોર્પ ( ૧૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમર્શિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭ આસપાસ રોકાણકારે રૂ.૧૭૪ થી રૂ.૧૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!  

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) કોટક બેન્ક ( ૧૭૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!!  બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) બાટા ઇન્ડિયા ( ૧૪૨૫ ) :- આ સ્ટોક રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૮ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) એચસીએલ ટેકનોલોજી ( ૯૬૮ ) :- ૭૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૯૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૯ થી રૂ.૧૦૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) એચડીએફસી લિમિટેડ ( ૨૫૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૫૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૬૦૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૫૧૭ થી રૂ.૨૪૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૬૧૬ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટેક મહિન્દ્ર ( ૯૯૬ ) :- રૂ.૧૦૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૯૭૯ થી રૂ.૯૬૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૦૨૭ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ઓરબિન્દો ફાર્મા ( ૮૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૮૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૮૪૮ થી રૂ.૮૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૦૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) અશોક બિલ્ડકોન ( ૯૬ ) :- રોડ & હાઈવે સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) વેલ્સ્પુન ઇન્ડિયા ( ૮૩ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેક્ષટાઇલ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૯ થી રૂ.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) જેએમસી પ્રોજેક્ટ ( ૭૬ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭ નો પ્રથમ તેમજ રૂ.૬૨ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! કન્સ્ટ્રકશન & ઇજનેરી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૪ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) સનફ્લેગ આયર્ન ( ૫૮ ) :- રૂ.૫૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૩ થી રૂ.૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular