Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયયુપીએ કરતાં એનડીએનો સીબીઆઇ સાણસો વધુ મજબૂત

યુપીએ કરતાં એનડીએનો સીબીઆઇ સાણસો વધુ મજબૂત

યુપીએના 10 વર્ષમાં 72 રાજકીય નેતાઓ જયારે એનડીએના 8 વર્ષમાં 124 નેતાઓ સામે સીબીઆઇની તપાસ

- Advertisement -

છેલ્લા 18 વર્ષો દરમિયાન, કોંગ્રેસ અને ભારતીય જનતાની સરકારમાં લગભગ 200 વિપક્ષી નેતાઓ પર સીબીઆઈ દ્વારા કેસ કરવામાં આવ્યો છે, ધરપકડ કરવામાં આવી છે, દરોડા પાડવામાં આવ્યા છે અથવા પૂછપરછ કરવામાં આવી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના કોર્ટના રેકોર્ડ્સ, સત્તાવાર દસ્તાવેજો, એજન્સીના નિવેદનો અને અહેવાલોની તપાસથી આ બહાર આવ્યું છે જેમાંથી 80 ટકા નેતાઓ વિપક્ષના હોય છે. 2014માં એનડીએ સરકારે સત્તા સંભાળ્યા બાદ આ કિસ્સાઓ વધુ વેગવંતા બન્યા છે.

- Advertisement -

સીબીઆઈ, ઈન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, આ ત્રણ સરકારી તપાસ એજન્સીઓએ સરકારના ઈશારે કામ કર્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, કે જે દેશની અગ્રણી ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી છે. તેણે સરકારની કઠપૂતળીની જેમ અભિનય કર્યા બાદ પ્રતિષ્ઠા સ્વરૂપે કોંગ્રેસી બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેસન અને પીંજરે કા તોતા સહિતની ‘ઉપાધી’ પણ મેળવી છે.

કોંગ્રેસના નેતળત્વ હેઠળના યુપીએના 10 વર્ષ (2004-2014) દરમિયાન, ઓછામાં ઓછા 72 રાજકીય નેતાઓ સીબીઆઈની તપાસ હેઠળ આવ્યા હતા અને તેમાંથી 43 (60 ટકા) વિપક્ષના હતા. ભાજપની આગેવાની હેઠળના ગઉઅ-ઈંઈં ના આઠ વર્ષના શાસનમાં, વિપક્ષના રાજકીય પગથિયાં સંકોચાઈ ગયા હોવા છતાં, ઓછામાં ઓછા 124 અગ્રણી નેતાઓએ ઈઇઈં તપાસનો સામનો કર્યો છે અને તેમાંથી 118 વિપક્ષના છે – એટલે કે 95 ટકા. અને યુપીએની જેમ, જ્યારે કોઈ નેતા પક્ષ બદલી નાખે છે, ત્યારે તેમની સામે સીબીઆઈનો કેસ અભેરાઇ પર જાય છે.

- Advertisement -

સીબીઆઇ તપાસમાં 72 યુપીએ અને 124 એનડીએ નેતાઓની યાદી એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત કરવામાં આવી છે. જેમની સામે સીબીઆઈએ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ નેતાઓને તે રાજકીય પક્ષો હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા જેનાથી તેઓ સંબંધ ધરાવતા હતા. સીબીઆઈએ આ અંગે ઈન્ડિયન એક્સપ્રેસના પ્રશ્ર્નનો જવાબ આપ્યો ન હતો, પરંતુ તપાસ એજન્સીના અધિકારીએ તેને માત્ર એક સંયોગ ગણાવ્યો હતો અને વિરોધ પક્ષના નેતાઓને નિશાન બનાવ્યા હોવાનો ઈન્કાર કર્યો હતો. યુપીએ શાસનના અનેક કૌભાંડો સાથે, 2જી સ્પેક્ટ્રમ કેસથી લઈને કોમનવેલ્થ ગેમ્સ અને કોલસા બ્લોક ફાળવણીના કેસ સુધી, 2004 થી 2014 દરમિયાન સીબીઆઈ દ્વારા તપાસ કરાયેલા 72 અગ્રણી નેતાઓમાંથી 29 કોંગ્રેસ અથવા તેના સાથી પક્ષો જેમ કે ડીએમકેના હતા. યુપીએ-એનડીએ હેઠળ સીબીઆઇ તપાસના ડેટા બિન-ગઉઅ પક્ષો કરતાં વિરોધ પક્ષો તરફ વધુ ઝુકાવ ધરાવે છે. જેમાં ભાજપના માત્ર છ નેતાઓ સીબીઆઈ તપાસનો સામનો કરી રહ્યા છે. યુપીએ દરમિયાન સીબીઆઈ દ્વારા તપાસ હેઠળના 43 વિપક્ષી નેતાઓમાંથી, ભાજપના નેતાઓ સૌથી મોટા હતા જેમાં તેના 12 નેતાઓની પૂછપરછ, દરોડા અથવા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સોહરાબુદ્દીન શેખની કથિત એન્કાઉન્ટર હત્યાના સંબંધમાં એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવેલા ગુજરાતના તત્કાલિન મંત્રી કેન્દ્રીય ગળહપ્રધાન અમિતભાઇ શાહનો પણ સમાવેશ થાય છે.

ચકાસણી હેઠળના અન્ય અગ્રણી એનડીએ નેતાઓમાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાનો સમાવેશ થાય છે. બેલ્લારી માઇનિંગ બેરોન ગાલી જનાર્દન રેડ્ડી અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસ. 2012માં 2જી સ્પેક્ટ્રમ ફાળવણીની તપાસ સંબંધિત ચાર્જશીટમાં સીબીઆઈએ પ્રમોદ મહાજનના મળત્યુ પછી પણ તેમની તપાસ ચાલુ રાખી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular